અદાણી સમૂહે IAAની ઓલિવ ક્રાઉન એવોર્ડ્સની અલગ અલગ શ્રેણીઓમાં ૪ સ્વર્ણ પદક જીત્યા

ભારતના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા સંકલિત માળખાકીય વિકાસમાં હરણફાળ ભરી રહેલા અદાણી સમૂહે IAAની ઓલિવ ક્રાઉન એવોર્ડ્સની અલગ અલગ શ્રેણીઓમાં ૪ સ્વર્ણ પદક   જીતીને આ ક્ષેત્રમાં ઉજળી કામગીરીનું પ્રદર્શન કર્યું છે.. અદાણીને કોર્પોરેટ સોશિયલ ક્રુસેડર ઓફ યર, ગ્રીન એડવર્ટાઇઝર ઓફ યર માટે એવોર્ડથી સન્માનિત કરવા ઉપરાંત  પંખા ફિલ્મને ઓલિવ ક્રાઉન એવોર્ડ્સ દ્વારા ટીવી/સિનેમા (કોર્પોરેટ) અને ડિજિટલ શ્રેણીઓમાં શ્રેષ્ઠ ફિલ્મનો નિર્માણ માટે  બે સુવર્ણ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે  જે માત્ર ટકાઉપણાના અભિગમ ઉપર ભાર મૂકી તે સંબંધી આમ સમાજ સુધી એક સર્જનાત્મક શ્રેષ્ઠ  સંદેશનો પ્રસાર પ્રચારની ઓળખ પ્રસ્થાપિત  કરે છે.

       ન્યુયોર્કમાં મુખ્ય મથક ધરાવતું ૧૯૩૮માં સ્થપાયેલ ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન (IAA) એકમાત્ર વૈશ્વિક સંગઠન છે જે બજારો, વિજ્ઞાપનદાતાઓ, જાહેર ખબર એજન્સીઓ અને માધ્યમોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં ૫૬ પ્રકરણો આવરી લેવામાં આવ્યા છે વિશ્વના ૭૬ દેશો આ સંસ્થાના સભ્યો સહિત વિશ્વની ટોચની ૧૦ અર્થ વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.

        અદાણી સમૂહના ડાયરેક્ટર શ્રી પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, હરીત વાતાવરણ માટેની અમારી પહેલ ભવિષ્યની પેઢીઓ માટે પર્યાવરણની  રક્ષા કરવામાં અમારા વ્યવસાયોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉજાગર કરે છે. કોર્પોરેટ સોશિયલ ક્રુસેડર ઓફ યર એવોર્ડ અમારી અતૂટ પ્રતિબદ્ધતા માટેનો જીવંત પુરાવો છે. જે લાખો ભારતીયોના જીવનની ગુણવત્તા સુધારવામાં અદાણી સમૂહના સ્વચ્છ ઉર્જા પ્રત્યે સમર્પણના સકારાત્મક પ્રભાવને ઉજાગર કરે છે. વૈકલ્પિક અને ટકાઉ ઉર્જાના સ્રોતો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અમારા વ્યાપક પ્રયાસોનો પાયો છે. આ એવોર્ડની નવાજેશ અમારા કામકાજનું બહુ મોટું  સન્માન છે.”

        પ્રેસિડેન્ટ અને હેડ ઓફ સ્ટ્રેટેજી અને ચેરમેન ઓફિસ અને ગ્રુપ હેડ – કોર્પોરેટ બ્રાન્ડ કસ્ટોડિયન શ્રી અમન કુમાર સિંહે જણાવ્યું હતું કે, ” એ અદાણી સમૂહ માટે આ એવોર્ડ્સની ઉપલબ્ધી ખૂબ જ ગૌરવની ઘડી છે. આ કાર્યસિધ્ધિ એ તમામ અદાણી કર્મીઓની મહેનત અને કર્મઠ ભાવનાને સલામી છે . આ ફિલ્મ અદાણી સમૂહના વ્યાપ, કદ અને ગતિ સાથે આગળ વધે છે, જે સામાન્ય જનજીવનમાં અદાણી દ્વારા  સર્જન કરવામાં આવતા ગહન પ્રભાવને અભિવ્યક્ત કરે છે. આ ફિલ્મ ફક્ત ‘હમ કરકે દિખાતે હૈં’ની અદમ્ય ભાવનાની જ ઉજવણી નથી કરતી પરંતુ વર્તમાન ભારત અને ભારતીયોને પણ દીશા સૂચન કરે છે અને  તમામ દેશવાસીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અદાણીની અડગ પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાહુલ નારવેકરના અતિથિ વિશેષપદે આ એવોર્ડ સમારોહ યોજાયલો  હતો. અદાણી  સમૂહના કોર્પોરેટ બ્રાન્ડિંગના વડા શ્રી અજય કાકરે આ નોંધપાત્ર સીમાચિહ્નન સમાન એવોર્ડ અદાણી સમૂહ વતી   સ્વીકાર્યો હતો.

Leave a comment