અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિ. ની પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મુંદ્રા તાલુકાના શિરચા ગામે પર્યાવરણીય લોક સુનાવણી નું આયોજન કરવામાં આવ્યું હતું, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક/ એસઇઝેડના વિકાસ માટે યોજાયેલ લોક સુનાવણીમાં 56 ગામ ના લોકોએ હાજરી આપી હતી.

આ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અધિકારી શ્રી ફાલ્ગુન ભાઈ મોદી (પ્રાદેશિક અધિકારી શ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પૂર્વ કચ્છ) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમને યોજના સંબંધી સામાન્ય માહિતી આપી હતી. લોકસુનાવણીના અધ્યક્ષ પદે કચ્છ કલેકટર વતી શ્રી ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહી, તેઓ એ જણાવ્યું હતું કે લોકોને પોતાના વિચારો લેખિત અને મૌખિકમાં રજૂ કરી શકશે.

આ સુનાવણીમાં અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિ ના 1576.81 હેક્ટર ઇન્ડસ્ટ્રિયલ પાર્ક/ એસઇઝેડના વિકાસ માટે સ્થાનિક લોકો ઉપસ્થિત રહી કંપની દ્વારા વધુ વિકાસના કામો કરે તેવી ઈચ્છા દર્શાવી સમર્થન આપ્યું હતું. લોક સુનાવણીની શરૂઆતમાં અદાણી કંપની અને ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક કક્ષાએ કરવામાં આવેલ કામગીરીનો ચિતાર દર્શાવી લોકો ના અભિપ્રાય માટે લોક સુનાવણી ખુલ્લી મુકવામાં આવી હતી. આ લોક સુનાવણીમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ આ વિસ્તારના ખેડૂતો માટે તથા લોકો માટે રોજગારી ઊભી થાય તે દિશામાં ફાઉન્ડેશને કામ કરવા જોઈએ. એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરમાં હજુ વધુ સારી સુવિધાઓ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થાય તથા સાથો સાથ આસપાસના ગામોમાં લોક કલ્યાણના કર્યો અંગે સૂચનો કર્યા હતા, સ્થાનિક રોજગારી, વૃક્ષારોપણ જેવા પ્રજાલક્ષી વિકાસ ના મુદ્દાઓ પર કંપની કામ કરે જ છે જે હજુ વધુ કરે જેથી સ્થાનિક લોકોને સારી સુવિધા અને રોજગારી બને મળી રહે તેવા અનેક મુદ્દાઓ ની રજુઆત કરી કંપની ઇન્ડસ્ટ્રિયલ પાર્ક/ એસઇઝેડના વિકાસ માટે સમર્થન આપ્યું હતું.

જોકે આ તકે અદાણી કંપની દ્વારા જરૂરિયાત મુજબ રોજગારી પુરી પાડવામાં આવશે તેમજ પર્યાવરણ અને સામાજિક વિકાસ ના કાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતવાર રજુઆત કંપની દ્વારા કરવામાં આવેલ.

આ લોક સુનાવણીમાં અસરગ્રસ્ત ગામોના ગ્રામજનો, પંચાયતના સદસ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્યાવરણીય લોક સુનાવણીમાં લેખિત તેમજ મૌખિક પ્રતિભાવો દ્વારા મોટાભાગના લોકોનું સમર્થન અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિ ના 1576.81 હેક્ટર ઇન્ડસ્ટ્રિયલ પાર્ક/ એસઇઝેડના વિકાસ પ્રોજેક્ટને સમર્થન આપ્યું હતું.

Leave a comment