અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી અને પોર્ટસના સ્ટોક્સમાં ને મેક્વેરી ઇક્વિટી રિસર્ચ એ ‘આઉટપર્ફોર્મ’ રેટિંગ આપ્યું

રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ મેક્વેરી ઇક્વિટી રિસર્ચ ખૂબ જ આશાવાદી છે. તેણે અદાણી ગ્રીન એનર્જીને ‘આઉટપર્ફોર્મ’ રેટિંગ આપ્યું છે. મેક્વેરીએ કંપની માટે ₹1,200 નો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે, જો કંપની વિસ્તરણ યોજનાઓના બધા લક્ષ્યાંકો પ્રાપ્ત કરે તો સ્ટોક પ્રાઈઝ ₹2,600 સુધી જઈ શકે છે. જે વર્તમાન સ્તરોથી 200% નો વધારો દર્શાવે છે. મેક્વેરીના અંદાજે ખાવડા સુપર-સાઇટ અને અદ્યતન ટેકનોલોજી થકી નવું વિસ્તરણ શક્ય બનશે.

મેક્વેરી ઇક્વિટી રિસર્ચ અદાણી ગ્રીનની ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવે છે કે, કંપની પાસે હાલમાં 12GW ની ઉત્પાદન ક્ષમતા છે અને 2030 સુધીમાં તેને વધારીને 50GW કરવાની યોજના છે. આ લક્ષ્ય 2030 સુધીમાં 500GW નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનના ભારતના લક્ષ્ય સાથે સુસંગત છે. મજબૂત રોકડ પ્રવાહ અને દેવાનું સંચાલન કરવાની ક્ષમતા તેને એક ઉત્તમ રોકાણ વિકલ્પ બનાવે છે. કંપનીની નવીનીકરણીય ઉર્જા વિસ્તરણ યોજનાઓ તેને ભારતની ઉર્જા ક્રાંતિમાં અગ્રણી બનાવી શકે છે.

આ તરફ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 2 પ્રતિબંધિત જૂથ (RG) બોન્ડ્સને યુએસ ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગન દ્વારા ‘ઓવરવેઇટ’ અપગ્રેડ આપવામાં આવ્યું છે. બેંક અદાણી ગ્રીનમાં ‘ગ્રીન શૂટ’ એટલે કે સકારાત્મક સંકેતો જોઈ રહી છે. આ અપગ્રેડ 2039 માં પાકતા અદાણી રિન્યુએબલ એનર્જી આરજે લિમિટેડના બોન્ડ અને 2042 માં પાકતા અદાણી ગ્રીન એનર્જીના બોન્ડ માટે કરવામાં આવ્યું છે. અગાઉ આ બંને બોન્ડને ‘ન્યુટ્રલ’ રેટિંગ આપવામાં આવ્યું હતું.

જેપી મોર્ગને આ બોન્ડ્સને ભારતીય નવીનીકરણીય ક્ષેત્રમાં ‘આકર્ષક’ ગણાવ્યા છે અને ADGREG ને વધુ પસંદગી આપી છે, જે ARENRJ કરતા ’30 બેસિસ પોઈન્ટ’ ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. બેંકનું માનવું છે કે અદાણી ગ્રીનના આ બંને RG બોન્ડ રિન્યુએબલ એનર્જી બોન્ડ્સમાં શ્રેષ્ઠ ઓપરેટિંગ અને નાણાકીય મેટ્રિક્સ ધરાવે છે.’ મેક્વેરીએ APSEZ ને સ્વસ્થ રોકડ પ્રવાહ અને ક્ષેત્રમાં મજબૂત સ્થિતિના આધારે ‘આઉટપર્ફોર્મ’ રેટિંગ આપ્યું છે.  

દેશભરમાં કંપનીના ઉત્તમ સરેરાશ પોર્ટ વોલ્યુમને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ દ્વારા અદાણી પોર્ટ્સનો પ્રતિ શેર રૂ. 1,500 નો લક્ષ્ય ભાવ આપવામાં આવ્યો છે. બ્રોકરેજ પ્રમાણે અદાણી પોર્ટ્સ ભારતની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાનો લાભ લેવા ઉત્તમ સ્થિતિમાં છે કારણ કે તેના વ્યવસાયો દેશના વિકાસની થીમ આધારિત છે. વૈવિધ્યસભર બંદરો અને કાર્ગોના મિશ્રણે પણ તેને મજબૂત બનાવ્યું છે. મેક્વેરી અનુસાર, લોજિસ્ટિક્સની વધતી જતી સંકલિત પ્રકૃતિ ગ્રાહકોની સંખ્યામાં વધુ વધારો કરશે.

લોજિસ્ટિક્સમાં ઝડપી વૃદ્ધિ સાથે અદાણી પોર્ટ્સ ભારતનું સૌથી મોટું પોર્ટ ઓપરેટર રહ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનું કાર્ગો વોલ્યુમ દેશની તુલનામાં બમણી ગતિએ વધશે. બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે કાર્ગો હેન્ડલિંગ, બંદરોનું સ્થાન, દરિયાકાંઠાની કનેક્ટિવિટી, ગ્રાહક ભાગીદારી મુખ્ય હકારાત્મક પાસાં છે. મેનેજમેન્ટ નાણાકીય વર્ષ 2025 થી 2029 સુધી કંપનીના લોજિસ્ટિક્સ વ્યવસાય માટે 40-45% આવક CAGR નું લક્ષ્ય રાખે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અદાણી ગ્રુપને મોતીલાલ નગરમાં હાઉસિંગ રિડેવલપમેન્ટ માટે રૂ. ૩૬,૦૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. મુંબઈના મોતીલાલ નગરના પુનર્વિકાસ માટે અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ 36,000 કરોડ રૂપિયામાં સૌથી વધુ બોલી લગાવનાર કંપની તરીકે ઉભરી આવી છે.

Leave a comment