કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે રવિવાર સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. પોર્ટની જેટી નંબર 8 પર એવી જોશી નામની ખાનગી કંપનીના ક્રેન મશીનમાં અચાનક આગ લાગી હતી.
આગની ઊંચે ઊડતી જ્વાળાઓથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાનીએ જણાવ્યું કે, લોડિંગ કાર્યવાહી દરમિયાન આ આગ લાગી હતી. આગને ટૂંક સમયમાં જ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સીઝનમાં જિલ્લામાં આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ ઘટનાએ પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.
