સેન્સેક્સ 1078 પોઈન્ટના વધારા સાથે 77,984 પર બંધ થયો

આજે (સોમવાર, 24 માર્ચ), અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 1078 પોઈન્ટ (1.40%) વધીને 77,984 પર બંધ થયો. નિફ્ટી 307 પોઈન્ટ (1.32%) વધીને 23,658 પર બંધ થયો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરોમાં તેજી જોવા મળી. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 4.63%, એનટીપીસીના શેરમાં 4.51%, એસબીઆઈના શેરમાં 3.75%, ટેક મહિન્દ્રાના શેરમાં 3.54% અને પાવર ગ્રીડના શેરમાં 3.27%નો વધારો થયો હતો.

બીજી તરફ, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3.18%, પ્રાઇવેટ બેંક 2.42%, રિયલ્ટી 1.53%, ઓઇલ એન્ડ ગેસ 1.46% અને ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 1.89% વધ્યા હતા.

BSE મિડકેપ 691 પોઈન્ટ (1.65%) વધીને 42,523ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. એ જ સમયે સ્મોલકેપ 725 પોઈન્ટ (1.53%) વધીને 48,022ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

આ વર્ષે માર્ચ 2025માં નિફ્ટીમાં મોટી રિકવરી જોવા મળી હતી. 4 માર્ચના રોજ 21,964ના નીચલા સ્તરથી નિફ્ટી અત્યારસુધીમાં 7.60% વધીને 23,634 ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

એક અઠવાડિયામાં નિફ્ટીમાં 900 પોઈન્ટ (લગભગ 4%)થી વધુનો વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં નિફ્ટીમાં એક જ અઠવાડિયામાં આટલો વધારો થયો છે એ એક રેકોર્ડ છે.

  • વિદેશી રોકાણકારોના બદલાતાં ટ્રેન્ડમાં ભારતીય બજારમાં ખરીદી કરી રહ્યા છે. 21 માર્ચે, તેમણે ₹7,470.36 કરોડની ચોખ્ખી ખરીદી કરી. 2025માં વિદેશી રોકાણકારો દ્વારા આ સૌથી મોટી ચોખ્ખી ખરીદી છે. ગયા અઠવાડિયે આ સતત ત્રીજું સત્ર હતું, જેમાં વિદેશી રોકાણકારોએ ખરીદી કરી હતી.
  • બજારને નીચે લાવનારી જે પણ ઇવેન્ટ હતી એને અમે ડાયજેસ્ટ કરી લીધી છે, જેમ કે ઇઝરાયલ-હમાસ યુદ્ધ, ટેરિફવોર, રશિયા-યુક્રેન યુદ્ધ. આ ઉપરાંત ટાટા મોટર્સ અને ઇન્ફોસિસ જેવા સારા ફંડામેન્ટલ્સ ધરાવતા ઘણા શેર સસ્તામાં ઉપલબ્ધ છે, જેને લોકો ખરીદી રહ્યા છે. ટાટા મોટર્સ તેના શિખરથી 40% નીચે આવી ગયો છે.
  • નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતની GDP 6.2%ના દરે વધી. ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવો 3.61% રહ્યો, જે જાન્યુઆરીમાં 4.26% હતો. આ ઉપરાંત જાન્યુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) 5% વધ્યો, જે પાછલા મહિનામાં 3.2% હતો. નિષ્ણાતોના મતે આ ડેટા અર્થતંત્ર માટે સકારાત્મક છે.
  • એશિયાઈ બજારમાં જાપાનના નિક્કેઈમાં 0.00024%, હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં 0.13% અને ચીનના શંઘાઈ કમ્પોઝિટમાં 0.14%નો સામાન્ય ઘટાડો છે.
  • 21 માર્ચના રોજ અમેરિકાના ડાઓ જોન્સ 0.076% વધીને 41,985 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટમાં 0.52% અને S&P 500 ઇન્ડેક્સમાં 0.082%ની તેજી રહી.
  • 21 માર્ચે વિદેશી રોકાણકારો (FIIs)એ 7,470.36 કરોડના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ રોકાણકારોએ 3,202.26 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા

Leave a comment