અદાણી એનર્જી સોલ્યુસન્સે ગુજરાતમાં હાઇડ્રોજન/એમોનિયાના ઉત્પાદન માટે રુ.2,800 કરોડનો ટ્રાન્સમિશન પ્રોજેક્ટ હાંસલ કર્યો

ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન એન્ડ વિતરણ કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી કંપની પોર્ટફોલિયોના એક ભાગ એવા અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (એઇએસએલ) એ આજે ​​જણાવ્યું હતું કે અદાણી એનર્જી સોલ્યુશન્સએ પાવર ટ્રાન્સમિશન પ્રોજેકટ હાંસલ કર્યો છે જે ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એમોનિઆનો પુરવઠો પૂરો પાડશે. રુ.૨૮૦૦ કરોડનો આ પ્રકલ્પ ૩૬ મહિનામાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.

ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન/એમોનિયા મેન્યુફેક્ચરિંગ માટેના આ પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમમાં  765/400 કીલોવોટના બે મોટા ટ્રાન્સફોર્મર્સ ઉમેરીને અહીના ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરવાની યોજનાનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સબસ્ટેશનને ભુજ સબસ્ટેશન સાથે જોડવા માટે 75 કિમી લાંબી 765 કીલોવોટની ડબલ-સર્કિટ લાઇન બનાવવામાં આવશે.

આ પ્રકલ્પ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સમગ્ર ટ્રાન્સમિશન આંતરમાળખામાં 150 સરકીટ કિલોમીટર (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન અને 3,000 એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાનો ઉમેરો થશે, આ સાથે આ ક્ષમતા વધીને અનુક્રમે 25,928 સીકેએમ અને 87,186 એમવીએ થશે.

અદાણી એનર્જીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (ટીબીસીબી) મિકેનિઝમ હેઠળ આ પ્રોજેક્ટ જીત્યો છે. પીએફસી કન્સલ્ટિંગ લિ. ઓક્શન પ્રક્રીયાના કોઓર્ડિનેટર તરીકે હતી. આ પ્રકલ્પ માટેના સ્પેશિયલ પરપઝ વેહિકલને 20 માર્ચ, 2025 ના રોજ AESLમાં ઔપચારિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષમાં આ 6 ઠ્ઠો ઓર્ડર હાંસલ કર્યો છે, જે બાદ અદાણી એનર્જી સોલ્યુશન્સના ઓર્ડરબુકને રુ. 57,561 કરોડે પહોંચાડે છે.

Leave a comment