બેંક-કર્મચારીઓ હડતાળ પર ઊતરવાના હોવાથી 24-25 માર્ચના રોજ દેશભરમાં બેંક બંધ રહેશે

ગુજરાત સહિત દેશભરની બેન્કના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તેમની માગણીઓનો સંતોષકારક ઉત્તર ન મળતાં આગામી 24 અને 25 માર્ચના રોજ ગુજરાત સહિત દેશભરની પબ્લિક સેક્ટર બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઊતરશે, એટલે કે 24 અને 25 માર્ચના રોજ બેન્ક સેવાઓ ઠપ રહેશે. પબ્લિક સેક્ટર બેન્ક સહિત કેટલીક પ્રાઇવેટ બેન્ક સેવાઓ પણ બંધ રહેતાં 20,000 કરોડ રૂપિયાના ધંધાને અસર થશે. સતત બે દિવસ સુધી બેન્ક ટ્રાન્ઝેક્શન બંધ રહેતાં અનેક નાના- મોટા ધંધાને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ ચોથો શનિવાર હોવાથી અનેક બેન્ક કાર્યરત હોતી નથી તથા 23 માર્ચના રોજ રવિવાર અને ત્યાર બાદ 24 અને 25 માર્ચના રોજ હડતાળને કારણે સતત ચાર દિવસ બેન્કિંગ સેવા બંધ રહેતાં નાના-મોટા વેપારીઓ સહિત સામાન્ય લોકોને પણ અસરો થશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જણાવ્યા પ્રમાણે 24 અને 25 માર્ચના રોજ તેમની દેશભરમાં હડતાળ રહેશે. જેના કારણે આ બંને તારીખોમાં બેંક બંધ રહેશે. UFBUએ કહ્યું કે કર્મચારી સંગઠનની મુખ્ય માગ પર ભારતીય બેંક સંઘ (IBA) સાથે વાતચીતમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળી શક્યું નથી. IBA સાથે મિટિંગમાં UFBUના સભ્યોએ બધા કેડર્સમાં ભરતી અને 5 ડે વર્ક વીક સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા.

નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એલ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે બેઠક છતાં મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા રહે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 9 બેંક કર્મચારી યુનિયનોનું છત્ર સંગઠન છે. UFBU એ અગાઉ પણ હડતાળની જાહેરાત કરી હતી. આ માગણીઓમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી ડિરેક્ટરની જગ્યાઓ ભરવાનો પણ સમાવેશ થાય છે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે તેવી મુખ્ય માંગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માંગણીઓમાં આઈબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે.

UFBUની અન્ય માગણીઓમાં ગ્રેચ્યુઇટી એક્ટમાં સુધારો કરીને તેની મર્યાદા 25 લાખ રૂપિયા કરવી, તેને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે સંરેખિત કરવી અને આવકવેરામાંથી મુક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત UFBU ની માગણીઓમાં IBA સાથેના પડતર મુદ્દાઓનું નિરાકરણ પણ સામેલ છે. અગાઉ પણ UFBWU એ આ માંગણીઓ પર હડતાળની જાહેરાત કરી હતી. આમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવાનો સમાવેશ થાય છે. આ હડતાળને કારણે બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. ગ્રાહકોને વ્યવહારોમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. IBA અને UFBU વચ્ચે આગળ શું વાટાઘાટો થાય છે અને શું હડતાળ ટાળી શકાય છે તે જોવાનું બાકી છે.

Leave a comment