આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર (17 માર્ચ)ના રોજ સેન્સેક્સ 361 પોઈન્ટ વધીને 74,190ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં 111 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 22,508 ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારમાં ફાર્મા, બેંક અને ઓટો શેર સૌથી વધુ ઉછાળો રહ્યો હતો.
નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.17%નો વધારો થયો છે. બેન્ક, ઓટો અને મેટલ ઈન્ડેક્સ લગભગ અડધા ટકા સુધી ઉપર છે. આઈટી, એફએમસીજી અને મીડિયા સેક્ટરમાં લગભગ 0.50%નો ઘટાડો છે. બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને ICICI બેન્ક સેન્સેક્સ પર ટોપ ગેનર છે.
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ 1.19%, હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 1.31% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.28%ની તેજી છે.
- 13 માર્ચે વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 792 કરોડના શેર વેચ્યા હતા. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 1,723 કરોડના શેર ખરીદ્યા હતા.
- 14 માર્ચે અમેરિકાનો ડાઓ જોન્સ 1.65% વધીને 41,488 પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 2.61% અને S&P 500 ઇન્ડેક્સ 2.13% વધ્યો.
13 માર્ચે સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 73,828 પર બંધ થયો. નિફ્ટી 73 પોઈન્ટ ઘટીને 22,397 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેરમાં તેજી અને 22 શેર ઘટ્યા હતા. સ્ટેટ બેંક, ICICI બેંક અને પાવર ગ્રીડના શેર વધ્યા હતા જ્યારે ટાટા મોટર્સ 2.0%, ઇન્ડસઇન્ડ બેંક 1.78% અને ઝોમેટો 1.34% ઘટ્યા હતા.
નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેરો વધ્યા જ્યારે 38 શેરો ઘટ્યા. NSE રિયલ્ટીમાં 1.83%, મીડિયામાં 1.50% અને ઓટો સેક્ટરમાં 1.10%નો ઘટાડો થયો હતો.
