ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુંદરપુરી વિસ્તારના રામપથ માર્ગ પર આજે સવારથી દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ કાર્યવાહી દરમિયાન કેટલાક લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા. મહાનગરપાલિકાએ કુલ 80 જેટલા પાકા અતિક્રમણો દૂર કર્યા છે. આ કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેશે.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંજાર વિભાગના નાયબ પોલીસવડા મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મનપાના બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજની દેખરેખમાં કામગીરી ચાલી રહી છે.
દબાણ શાખાના અધિકારી ગાયત્રીપ્રસાદ જોશી સહિત મોટી સંખ્યામાં સ્ટાફ આ કામગીરીમાં જોડાયો છે. વિજ તંત્ર અને એસઆરસીના કર્મચારીઓનો પણ સહયોગ લેવામાં આવ્યો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
