સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 74,102 પર બંધ

અમેરિકન બજારોમાં 4% સુધીના ઘટાડાની અસર ભારતીય બજારો પર આજે એટલે કે મંગળવાર (11 માર્ચ) જોવા મળી ન હતી. સેન્સેક્સ 12 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 74,102ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 37 પોઈન્ટ ઉછળ્યો હતો. 22,497 પર બંધ થયો હતો.

સવારે સેન્સેક્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને 73,663ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. નિફ્ટી પણ 100થી વધુ પોઈન્ટ ગગડ્યો ગયો. ઈન્ડસઈન્ડ બેંકના શેર 27.06% તૂટ્યા હતા. તે રૂ.243 ઘટીને રૂ.656 પર બંધ થયો હતો.

સૌથી વધુ ઉછાળો રિયલ્ટી શેર્સમાં જોવા મળ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 3.63% વધીને બંધ થયો. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1.21% વધ્યો. મેટલ ઈન્ડેક્સ 0.53% વધીને બંધ થયો હતો. પ્રાઈવેટ બેંકના શેર સૌથી વધુ તૂટ્યા છે. પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 1.38% ઘટ્યો છે.

સોમવારે S&P 500 તેના 19 ફેબ્રુઆરીના રેકોર્ડ હાઈ સ્તરેથી 8.6% નીચે બંધ થયો છે. ત્યારથી તેની માર્કેટ વેલ્યૂમાં 4 ટ્રિલિયન ડોલર(350 લાખ કરોડ)થી વધારે ઘટાડો આવ્યો છે. નેસ્ડેક પણ પોતાના ડિસેમ્બરના હાઈ સ્તરેથી 10% થી વધારે ડાઉન ગયો છે.

ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફ લાદવાની ધમકીએ બજારમાં અનિશ્ચિતતા ઊભી કરી છે. ટ્રમ્પે કહ્યું “અમે પારસ્પરિક ટેરિફ લાદીશું”. ભારત હોય કે ચીન, કોઈ પણ દેશ હોય, તેઓ અમારી પાસેથી જેટલો ચાર્જ વસૂલશે, અમે તેટલો જ વસૂલીશું. અમે વેપારમાં સમાનતા ઇચ્છીએ છીએ.

પારસ્પરિક એટલે ત્રાજવાની બંને બાજુ સમાન રાખવી. એટલે એક તરફ 1 કિલો ભાર છે તો બીજી તરફ પણ 1 કિલો વજન રાખીને બરાબર કરી દેવું

ટ્રમ્પ માત્ર આ વધારાની વાત કરે છે. અટલે ભારત થોડીક વસ્તુઓ પર 100% ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ તે પ્રકારની પ્રોડક્ટ્સ પર 100% ટેરિફ લાદશે.

એશિયન બજારોમાં જાપાનનો નિક્કેઇ 1.74%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 1.18% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.45% ઘટ્યો છે.

10 માર્ચે વિદેશી રોકાણકારો (FII) એ -485.41 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DIIs) એ 263.51 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

10 માર્ચના અમેરિકાના ડાઓ જોન્સ 2.08% ઘટીને 41,911 પર, S&P 500 2.70% ઘટીને 5,614 પર અને નેસ્ડેક કમ્પોઝિટ 4.00% ઘટીને 17,468 પર બંધ થયો.

ઈલોન મસ્કની કંપની ટેસ્લાના શેર 15.43% ઘટ્યા. આના કારણે કંપનીના માર્કેટ કેપમાં 4 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા 5 વર્ષમાં આ સૌથી મોટો દિવસનો ઘટાડો છે. અગાઉ સપ્ટેમ્બર 2020 માં, કંપનીના શેરમાં આટલો ઘટાડો થયો હતો.

ડિસેમ્બર 2024 માં કંપનીનો શેર $480ના ઓલ ટાઈમ હાઈ સ્તર પર પહોંચ્યા હતા. હવે તે ઘટીને $222 થઈ ગયા છે. આ ઘટાડાને કારણે, ઈલોન મસ્કની નેટવર્થ પણ 1.92 લાખ કરોડ રૂપિયા ઘટીને 27.90 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વર્ષે અમેરિકામાં મંદીની શક્યતાને નકારી ન હતી. 2025માં મંદીની શક્યતા વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “મને આવી આગાહી કરવાનું પસંદ નથી. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે ટ્રમ્પની નીતિઓ ભલે અમેરિકાની આર્થિક તાકાત બતાવવાનો પ્રયાસ કરી રહી હોય, પરંતુ તેનાથી વૈશ્વિક બજારોમાં અસ્થિરતા વધવાની શક્યતા છે. ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીના ભય બજારને નીચે તરફ લઈ જઈ રહ્યुं છે. જો ફુગાવાનો દર વધતો રહેશે, તો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું ટાળી શકે છે, જેના કારણે બજારમાં વધુ ઘટાડો થઈ શકે છે.

ગઈકાલે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, એટલે કે સોમવાર, 10 માર્ચે, સેન્સેક્સ 217 પોઈન્ટના ઘટાડા સાથે 74,115 પર બંધ થયો. નિફ્ટી 92 પોઈન્ટ ઘટીને 22,460 પર બંધ થયો. રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો.

નિફ્ટી રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકો 2% ઘટીને બંધ થયા. જાહેર ક્ષેત્રની બેંકોના સૂચકાંકમાં 1.86%નો ઘટાડો થયો. ઓટો ઇન્ડેક્સ પણ 1.22% ઘટ્યો. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં સૌથી વધુ 0.22%નો વધારો થયો. સેન્સેક્સ પર પાવર ગ્રીડનો શેર સૌથી વધુ 2.85% વધીને બંધ રહ્યો.

Leave a comment