પાકિસ્તાનમાં આતંકવાદીઓએ આખી ટ્રેન હાઇજેક કરી લીધી છે. બલૂચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે બોલનમાં જઈને એક્સપ્રેસને હાઇજેક કરી લીધી છે અને 100થી વધારે લોકોને બંધક બનાવ્યા છે. આ સાથે ચેતાવણી પણ આપી છે કે, જો તેમની સામે કોઈપણ પ્રકારનું સૈન્ય અભિયાન ચલાવવામાં આવ્યું તો તમામને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. અત્યાર સુધી છ સૈન્યકર્મીને મોતને ઘાટ ઉતારી દીધા છે. મળતી માહિતી મુજબ, ટ્રેનમાં 120 મુસાફરો સવાર હતા.
બંધકોમાં પાકિસ્તાની સેના, પોલીસ, ATF (Anti Terrorism Force) અને ISI(Inter-Services Intelligence)ના એક્ટિવ-ડ્યૂટી કર્મી સામેલ છે. આ તમામ રજા પર પંજાબ જઈ રહ્યા હતા. BLA એ ચેતાવણી આપી છે કે, જો ટ્રેનમાં હાજર સૈનિકોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.
ઓપરેશન દરમિયાન, BLAના આતંકવાદીઓએ મહિલા, બાળકો અને બલૂચ યાત્રીઓને મુક્ત કરી દીધા છે. મળતી માહિતી મુજબ, BLAની ફિદાયીન યુનિટ, મજીદ બ્રિગેડ આ મિશનનું નેતૃત્વ કરી રહી છે. જેમાં ફતેહ સ્ક્વૉડ અને STOS તેમજ ગુપ્ત શાખા ઝીરાબનો સમાવેશ થાય છે.
એક નિવેદનમાં, BLA એ જણાવ્યું હતું કે અમારા લડવૈયાઓએ મશ્કાફ, ધાદર અને બોલાનમાં આ ઓપરેશનની યોજના બનાવી છે. રેલવે ટ્રેક ઉડાવી દેવામાં આવ્યો છે, જેના કારણે જાફર એક્સપ્રેસ રોકાઈ ગઈ છે. આ પછી અમારા લડવૈયાઓએ આ ટ્રેન કબજે કરી અને મુસાફરોને બંધક બનાવી લીધા. જો અમારા વિરુદ્ધ કોઈ લશ્કરી કાર્યવાહીનો પ્રયાસ કરવામાં આવશે, તો અમે બધા બંધકોને મારી નાખીશું. આ હત્યાકાંડ માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.
બંધકોમાં પાકિસ્તાન આર્મી, પોલીસ, આતંકવાદ વિરોધી દળ (ATF) અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના એજન્ટો સામેલ હતા જેઓ પંજાબ જઈ રહ્યા હતા. જો કોઈ પણ પ્રકારની લશ્કરી હસ્તક્ષેપ થાય, તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.
અમે મહિલાઓ, બાળકો અને બલૂચ યાત્રાળુઓને છોડી નાખ્યા છે અને ફક્ત પાકિસ્તાની સુરક્ષા દળના કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા છે. આ ઓપરેશનનું નેતૃત્વ BLAના ફિદાયીન યુનિટ અને મજીદ બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેને ફતેહ સ્ક્વોડ, STOS અને જીરાબ ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
જો અમારા વિરુદ્ધ કોઈ લશ્કરી કાર્યવાહીનો પ્રયાસ કરવામાં આવશે, તો અમે બધા બંધકોને મારી નાખીશું. આ હત્યાકાંડ માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.
બલુચિસ્તાનના ઘણા લોકો માને છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી, તેઓ એક સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા. પરંતુ તેમની સંમતિ વિના તેમને પાકિસ્તાનમાં સામેલ કરવામાં આવ્યા. સ્વતંત્ર દેશ બન્યો નહીં અને તેથી બલુચિસ્તાનમાં સેના અને લોકો વચ્ચેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે.
BBCના મતે, બલુચિસ્તાનમાં આઝાદીની માંગણી કરતા ઘણા સંગઠનો છે પરંતુ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સૌથી શક્તિશાળી સંગઠન છે. આ સંગઠન 70ના દાયકામાં અસ્તિત્વમાં આવ્યું હતું પરંતુ 21મી સદીમાં તેનો પ્રભાવ વધ્યો છે.
BLA બલુચિસ્તાનને પાકિસ્તાની સરકાર અને ચીનથી મુક્ત કરાવવા માગે છે. તેઓ માને છે કે બલુચિસ્તાનના સંસાધનો પર તેમનો અધિકાર છે. પાકિસ્તાન સરકારે 2007માં બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કર્યું હતું.
