અદાણી સંચાલિત GAIMS જી.કે.જન.હોસ્પિ.માં મહિલા દિન નિમિતે આધુનિક પ્રસુતિ કક્ષ ખુલ્લું મુકાયું

અદાણી સંચાલિત GAIMS જી. કે.જનરલ હોસ્પિટલમાં સ્ત્રીરોગ વિભાગમાં  નોર્મલ પ્રસુતિ સરળતાથી થાય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે ગૂંચ ન સર્જાય તે માટે આધુનિક પ્રસવકક્ષ યાને લેબરવોર્ડ નો વિધિવત  

પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લેબરરૂમને મહિલા દિવસ નિમિતે 8મી માર્ચના રોજ  ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

પ્રસવકક્ષમાં માતાઓની અને શિશુની પ્રસવપૂર્વે અને પ્રસ્વપશ્ચાત જરૂરી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.   

આ આધુનિક લેબર રૂમમાં પ્રસુતિ માટે તમામ જરૂરી પ્રોટોકોલ નિભાવવા પાર્ટીશન સાથે પાંચ લેબર ટેબલ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે દરેક ભાગમાં એક વ્યક્તિગત મોનીટરીંગ વ્યવસ્થા અને  ચેપ ન લાગે તેની ખાસ સંભાળ રાખવાના તબીબી ઉપાયો કરવામાં આવ્યા છે.ઉપરાંત દરેક ટેબલ સાથે ઓક્સિજન લાઇન અને જરૂરી દવાઓ પણ રાખવામાં આવે છે.

નવજાતની પૂરતી સંભાળ રહે એ માટે એક અલગ બેબી કોર્નર પણ બનાવવામાં આવ્યું છે.આ ઉપરાંત ટ્રાયેજ ખંડ પણ ઉપલબ્ધ છે.

આ પ્રસુતિ ખાંડનું સ્ત્રીરોગ અને બાળરોગ વિભાગના  તબીબોની ઉપસ્થિતિમાં જી.કે.ના મેડિકલ ડાયરેક્ટ ડો.બાલાજી પિલ્લાઈ,ચીફ મેડિ.સુપ્રિ. ડો.નરેન્દ્ર હિરાણી, અદાણી કોલેજના ડીન ડૉ.એ.એન.ઘોષ, સ્ત્રીરોગ વિભાગના હેડ ડો.પ્રફુલ્લા કોટક, ડો.ચાર્મી પાવાણી, ડો.અશરફ મેમણ, ડો.કરિશ્મા, બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાની, ડો.સંદીપ ટીલવાણીએ લોકાર્પણ કર્યું હતું.

Leave a comment