અદાણી સંચાલિત GAIMS જી.કે.જન. હોસ્પિ.ના ઓપીડી 61નં રૂમમાં મંગળ અને શુક્રવારે અપાય છે સારવાર

અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગ દ્વારા ઓપીડીમાં દર્દ નિવારક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.રૂમ નંબર 61માં દર મંગળવાર અને શુક્રવારના રોજ આ ક્લિનિક કાર્યરત રહે છે.

તબીબોના જણાવ્યા મુજબ આ દર્દ નિવારક કેન્દ્ર એવું સેન્ટર છે,જેમાં લાંબા ગાળાના દર્દોની સારવાર સાથે દર્દીને પુનઃ જીવનધારામાં પરત લાવી નિયમિત કાર્ય કરવાની  ક્ષમતા સુધારી શકાય છે.

આ સારવારમાં કમર અને પગનો દુખાવો,સાયટિકા,સ્પાઇન સર્જરી પછીનો દુખાવો, ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા,ઘૂંટણ અને સાંધાના દુઃખાવા, કેન્સર સંબંધી પીડા જેવા જુદા જુદા પ્રકારના દુઃખાવાની પ્લેટલેટ રીચ પ્લાઝ્મા થેરાપી PPP,ડ્રાય નિડલિંગ,પોલો થેરાપી અને ટ્રિગર પોઇન્ટ રિલીઝ અને સ્પાઇનમાં વિવિધ પ્રકારના ઇન્જેક્શન સી આર્મ અથવા સોનોગ્રાફી ગાઈડેડ મારફતે આપવામાં આવે છે.

એનેસ્થેથેટિક ડો. કૃષ્ણા કારાના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં આવા અનેક પ્રકારના દર્દ જોવા મળે છે.આ પેઇન સારવારમાં દર્દનાશક દવા,શારીરિક તપાસ,થેરેપી અને ઇન્જેક્શન મુખ્ય છે.

દર્દ નિવારણ માટે ધ્યાન પણ ઉપયોગી

દર્દ નિવારણ માટે મેડિકલ વિજ્ઞાન પ્રેરિત સારવાર ઉપયોગી બને છે,પરંતુ સાથે સાથે આરામ,ધ્યાન,સકારાત્મક વિચારની ભૂમિકા પણ મદદરૂપ થાય છે એમ તબીબોએ જણાવ્યું હતું.

Leave a comment