સ્ત્રી અને શક્તિ પરસ્પરની પર્યાય એવા બે શબ્દોની ગહનતા મહાનતા અને સાર્થકતાને પામતા દિવ્ય પ્રસંગ એટલે મહિલા દિવસ. જે એક સ્ત્રીના માટે ખાસ દિવસ છે. સ્ત્રી એટલે જીન્દગીના રંગમંચ પર કોઈ પણ રિહર્સલ વગર દરેક ભૂમિકા જેવી કે મા, પત્ની, અને બેટી એ ઈશ્વરનું સુંદર સર્જન એટલે એક સ્ત્રી. સૌથી વધારે જો સ્ત્રી પરંપરાને સન્માન આપતું એક માત્ર જો દેશ હોય તો આપણું ભારત દેશ છે. ભારતીય સંસ્કૃતિ માં પણ કહેવાયું છે કે “ યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમંતે તત્ર દેવતા “ જ્ઞાન કે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે લોકતંત્ર અને રાજનીતિ હોય મોટા ઉધ્યોગ હોય કે પોતાનું બીજનેસ હોય કોઈ પણ ક્ષેત્ર માં નારીનું સામર્થ્ય મર્યાદિત નથી. ત્યારે આ મહાનતા ને વધાવાનો લ્હાવો આજે અદાણી ફાઉન્ડેશન અને અદાણી સોલાર પ્લાન્ટના સહયોગ થી આજે મોટી સંખ્યામાં બહેનો પગભર થઈ છે. હજુ પણ વધારે ને વધારે બહેનો જોડાય એવા પ્રયત્નો ચાલુ છે. આદરણીય ગૌતમભાઈ અદાણી અને આદરણીય પ્રીતિબેન અદાણીનો એક સપનું હતું બહેનો સ્વ નિર્ભર થાય. વધારે ને વધારે બહેનો શિક્ષણ મેળવીને સશક્ત થાય અને આત્મ નિર્ભર બને.. જેના માટે અદાણી ફાઉન્ડેશન વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણ ના કાર્યો કરી રહ્યું છે. ઉધ્યોગ સાહસિક્તાની તાલીમ આપીને સોલાર પ્લાન્ટ માં જ મોટી સંખ્યા માં ભરતી કરી. આજે બહેનો પોતાના સમાજ માં,એક આગવું સ્થાન મેળવ્યું છે. અને બીજા ના માટે પણ એક પ્રેરણા સ્ત્રોત બની છે. જેના માટે અદાણી ફાઉન્ડેશન અને અદાણી સોલાર પ્લાન્ટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.આવા જ ઘણાં બધા પોતના અનુભવો માંથી થોડાક અનુભવો એ બહેનોના જ શબ્દોમાં જ…
ડીમ્પલ મોથરિયા ના જ શબ્દો માં કહીએ તો ‘મારા પિતાજી ને બ્લડ કેન્સર છે હું આજે અંહી છું તો મારા પરિવાર ને એક આધાર સ્તંભ તરીકે ઊભી રહી છું. અને મદદ કરી શકું છું ’ હેતલ ગઢવી કહે છે કે “ મને મારી જાતને ઓળખવાની તક મળી હું એક સક્ષમ સુપરવાઈજર તરીકે ફરજ બજાવું છું. મોડ અંજલી કહે છેકે “મારા પિતાજી રિક્ષા ચલાવે છે હરિફાઇના જમાનામાં બહુ કામ ચાલતું નથી આજે હું સોલાર પ્લાન્ટ માં કામ કરતી હોવાથી મારા પરિવાર ને મદદ કરી શકું છું. મારા નાના ભાઈ બહેન ને પણ હું આગળ ભણાવી શકું છું. નોકરી કરતી બહેનો ને ઘર પરિવાર માંથી પણ સારો સાથ સહકાર મળી રહ્યો છે જેમાં લોકોની વિચાર ધારા પણ બદલી રહી છે. આ પરિવર્તન ના સાક્ષી રૂપ નાગશ્રી ગઢવી કહે છે કે મારુ નાનું બાળક છે તો એને મારા દાદી સાસુ સાચવે છે. અમારી ખેતીવાડી હોવાથી મારા સાસુ ખેતર પર કામ કરવા ચાલી જાય છે. આજે હું આટલી ભણી છું તો હું મારી જાતને સાર્થક કરી શકું છું. અને હાં ભારત ના વિકાસ માં પણ મારો ફાળો છે એ માટે હું ગૌરવ અનુભવું છું.
ખરેખર મહિલા દિવસ ઉજવણી ત્યારે જ સાર્થક ગણાય જ્યારે એક હકારાત્મક બદલાવ ની પરિસ્થિતિ જોવા મળે.આ બદલાવ માં મહત્વપૂર્ણ ફાળો હોય તો અદાણી ફાઉન્ડેશન ગુજરાત વડાં શ્રીમતિ . પંક્તિ શાહ અને સોલાર પ્લાન્ટ એચ આર વડા શ્રી વિજય સક્સેના નો છે. જેમના માર્ગદર્શન થી આજે મોટી સંખ્યા માં બહેનો નોકરી કરી રહી છે અને જોડાઈ રહી છે.કામ સાથે વિવિધ દિવસો અને તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે જેના દ્વારા લોકો પોતાના જ ઘર માં છે એવી પારિવારિક અનુભૂતિ કરે છે. આર્થિક પ્રવૃતિઓની સાથે શિક્ષણ,આરોગ્ય અને સાતત્ય પૂર્ણ આજીવિકા ઉધ્યોગ સાહસિકતા અને સમુદાય વિકાસફેલના મુખ્ય ક્ષેત્રોમાં મહિલાઑ માટે પરિવર્તનને વેગ આપી રહ્યું છે. અને મહિલાઓના જીવન માં સકારાત્મક પરિવર્તન તેમનામાં જોવા મળ્યું છે.
ખુદ સે જીતને કી જીદ હૈ મુજે ખુદ કો હી હરાના હૈ
મી ભીડ નહીં હું દુનિયા કી મેરે અંદર એક જમાના હૈ..
