ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો છે. બુધવારે કાનપુરમાં અદાણી ડિફેન્સ અને એરોસ્પેસની મુલાકાતે આવેલા ગૌતમભાઈએ આ મુલાકાતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. એરોસ્પેસના વિવિધ એકમોની મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી લીધી હતી. એટલું જ નહી, તેમણે એક હથિયાર વડે નિશાન પણ સાધ્યું હતું.
કાનપુર સ્થિત એરોસ્પેસ અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ સંકુલમાં ગૌતમ અદાણીએ લાર્જ કેલિબર દારૂગોળા સંકુલ (Large Caliber Ammunition Complex) નો શિલાન્યાસ કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરતા ગૌતમ અદાણીએ લખે છે કે, “સંરક્ષણમાં ભારતની આત્મનિર્ભરતા પ્રત્યે અદાણી ટીમની અવિશ્વસનીય નવીનતા અને મજબૂત પ્રતિબદ્ધતાથી પ્રેરિત થયો છું. આત્મનિર્ભર ભારત તરફ શ્રેષ્ઠ પગલું! અમારું લક્ષ્ય મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટેની ક્ષમતાઓને આગળ વધારવાનું છે!”
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં આવેલુ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દક્ષિણ એશિયાનું સૌથી મોટું સંકલિત દારૂગોળા ઉત્પાદન સુવિધા સંકુલ છે. કાનપુર નોડમાં 250 એકરમાં બનેલા આ સંરક્ષણ કોરિડોરમાં પહેલા બુલેટ્સ, પછી દારૂગોળો અને તોપો સહિતના આધુનિક શસ્ત્રો વિવિધ તબક્કામાં બનાવવામાં આવશે.
અગાઉ કંપનીએ એરો ઇન્ડિયા 2025માં DRDO સાથે ભાગીદારીમાં વાહન-માઉન્ટેડ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ પણ લોન્ચ કરી હતી. ભારતમાં જાહેર-ખાનગી ભાગીદારી મોડેલ (PPP) દ્વારા વિકસાવવામાં આવેલી આ પહેલી સિસ્ટમ છે. આ સિસ્ટમને DRDO ના ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ફ્રેમવર્ક હેઠળ વિકસાવવામાં અને આધુનિક યુદ્ધમાં ડ્રોનના વધતા જોખમનો સામનો કરવા ડિઝાઇન કરવામાં આવી છે.
