PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કર્યું

PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત પહોંચી ચૂક્યા છે.આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે.. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે.

PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચતા સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા. પીએમ અહીંથી સીધા હેલીકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા છે. અહીં 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાને રોડ શો યોજી લોકોનું અભિવાનદ ઝીલ્યું હતું. સેલવાસમાં જાહેરસભાને સંબોધન કરી સંઘપ્રદેશને હજાર કરોડના વિકાસ કામોની ભેંટ આપશે.

દિલ્હી સુરત આવ્યા બાદ વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચી ચૂક્યા છે. સેલવાસમાં નવનિર્મિત નમો હોસ્પિટલનું લોકાર્પણ અને બીજા ફેઝનું ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાને અહીં રોડ શો કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધન કરશે. જેમાં સંઘપ્રદેશને હજારો કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપશે.

સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ મોદી સેલવાસમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા છે. સેલવાસમાં વડાપ્રધાનને આવકારવા માટે ભારે જનમેદની ઉમટી પડી છે. અહીં તેઓ નમો હોસ્પિટલના પ્રથમ ફેઝનું લોકાર્પણ કરશે અને બાદમાં બીજા ફેઝનું ખાતમુહૂર્ત કરશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન પહેલા દમણના કાર્યક્રમમાં જશે ત્યારબાદ લિંબાયતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દિવ્યાંગો માટે પહેલી વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આવતીકાલે લખપતિ દીદીનો કાર્યક્રમ નવસારીમાં છે. એક લાખ લખપતિ દીદી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચર્ચા કરશે. આવતીકાલે મહિલા દિવસ છે અને વડાપ્રધાનના રક્ષણ માટે મહિલાઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

Leave a comment