નલિયાની કુમાર શાળા નં.2 ની 43 વર્ષની સફળ યાત્રાની ઉજવણી

નલિયાની કુમાર શાળા નંબર 2એ તેના 43માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય કે.ડી.મહેશ્વરીએ મહેમાનોનું સ્વાગત કરી શાળાની 43 વર્ષની સફરની ઝાંખી રજૂ કરી હતી. ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ એકમના પ્રમુખ હરિભાઈ ભાનુશાલીએ શાળાના કાર્યોની સરાહના કરી તેમણે શાળાના તમામ વર્ગખંડોમાં CCTV કેમેરા મૂકવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

કાર્યક્રમમાં શિરવાના રહેવાસી કનૈયા સેઠ, શંભુભાઈ માવ અને નવીનભાઈ ભાનુશાલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સમાજ ટ્રસ્ટના નવા ચૂંટાયેલા હોદ્દેદારોએ પણ શાળાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી કિયાન સોલંકી અને હરિભાઈ ભાનુશાલીના હસ્તે કેક કાપવામાં આવી હતી. બાળકોએ આનંદ મેળાનું આયોજન કર્યું જેમાં વિવિધ સ્ટોલ્સ દ્વારા અવનવી વાનગીઓનો આનંદ માણ્યો હતો.

કાર્યક્રમમાં નલિયા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ વાલજીભાઈ ત્રિકમદાસ, દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રમીલાબેન અબોટી, હમિદાબેન પીજારા સહિત શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a comment