ટૂરિસ્ટની સંખ્યા વધતા અબુધાબી જવા 1 માર્ચથી નવી ફ્લાઈટ શરૂ થશે

ઉનાળા વેકેશનનમાં ટૂરિસ્ટોનો ટ્રાફિક બમણો થઈ શકે છે. એરલાઈન્સે અગાઉથી જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટની નવી ફલાઇટો શરૂ કરવા સ્લોટ માગ્યા છે. ખાસ કરીને અમદાવાદથી અખાતી દેશોમાં ફરવા જનાર ટુરિસ્ટ વધ્યા છે. આબુધાબીમાં બીએપીએસ મંદિર બન્યા બાદ લોકો દર્શનની સાથે ફરવાનો પ્લાન કરી રહ્યા છે.

અન્ય ક્ષેત્રોમાં ધંધા- રોજગાર માટે અવરજવર વધી હોવાથી અમદાવાદથી પ્રતિદિન દુબઇની ડેઇલી અને વિકલી ત્રણ-ત્રણ ફલાઇટ, અબુધાબીની ડેઇલી ચાર અને વીકલી એક ફલાઇટ ઓપરેટ થઇ રહી છે. મહત્વનું એ છે કે અમદાવાદથી પ્રતિદિન 250 ફલાઇટોની મુવમેન્ટમાં 35 હજાર પેસેન્જરોની અવરજવર નોંધાય છે. હાલમાં દુબઈ જવા માટે ડેઈલી અને વિકલી ત્રણ-ત્રણ ફ્લાઈટ છે. જ્યારે અબુધાબીની 4 ડેઈલી ફ્લાઈટ છે. ઈન્ડિગો, એતિહાદ, એર અરેબિયા તેમની ફ્લાઈટોની ફ્રિકવન્સીમાં વધારો કરશે.

પહેલી માર્ચથી અબુધાબીની સવારે વીકમાં ત્રણ દિવસ ઓપરેટ થતી ફ્લાઈટની ફ્રિકવન્સી વધારી પાંચ દિવસ કરવામાં આવી છે, ઉપરાંત ઇન્ડિગો અમદાવાદથી ડેઇલી કિશનગઢની ફ્લાઈટ 7.45 કલાકે અને અકાશાએરની બાગડોગરાની ફ્લાઈટ બપોરે 12.15 કલાકે ઓપરેટ કરશે.

સ્પાઇસ જેટે અમદાવાદથી બાગડોગરા શ્રીનગર ફલાઇટ શરૂ કરવા સ્લોટ માગ્યા છે, જ્યારે અમદાવાદથી જયપુર, ગોવાની ફ્રિકવન્સી વધી શકે છે,

Leave a comment