અદાણી સંચાલિત GAIMS જી. કે.જન. ના તબીબે આગના ઘરેલુ કારણો અને ઉપાય અંગે સૂચવ્યા

ભારતમાં અકસ્માત પછી જો કોઈ સળગતી સમસ્યા હોય તો તે દાઝી જવાની છે.અંદાજે ૬ થી ૭ મિલિયન જેટલા કેસ અકસ્માતે દાઝી જવાના ભારતમાં બને છે.સમાજ અને  આરોગ્ય તંત્ર માટે આ ગંભીર ચિંતાનો વિષય છે.ક્યાંક ગરીબી,સલામતીના સાધનોની જરૂરિયાત અને સૌથી મોટી વાત તો આ સમસ્યા પ્રત્યે જાગૃતિની  છે.

અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બર્ન્સ વિભાગના તબીબ  અને પ્લાસ્ટિક સર્જન આસિ.પ્રો.ડો.મહાલક્ષ્મી પિલ્લાઈના જણાવ્યા અનુસાર, દાઝી જવાના કિસ્સામાં બાળકો અને મહિલાઓ જ વધુ પ્રમાણમાં ભોગ બને છે.અને દાઝી ગયેલી વ્યક્તિ સદભાગ્યે બચી ગઈ તો સમય જતાં તેને શારીરિક અને માનસિક પુનઃવસનમાંથી પસાર થવું પડે છે.જેમાં પ્લાસ્ટિક સર્જરી પણ એક ભાગ છે.આવા કિસ્સામાં વ્યક્તિએ દરેક ક્ષેત્રે  જાગૃત રહેવું પડે છે. 

ભુજમાં પણ જી.કે.જનરલ હોસ્પિટલમાં સુચારૂ રૂપે બર્ન્સ વિભાગ શરૂ કરવા બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જન નીમી દેવામાં આવ્યા છે.સાથે દાઝી જવાના કેસમાં તાત્કાલિક સારવાર મળે એ માટે  બર્ન્સ વોર્ડ શરૂ કરવા અંતિમ ઓપ પણ અપાઈ રહ્યો છે.

ડો.મહાલક્ષ્મીએ પ્રાથમિક સારવાર,સાવચેતી અંગે જણાવ્યું કે,રસોડું આગ માટે એક મોટું ઘરેલું પરિબળ છે.ગેસના ચુલ્હા પર રસોઈ બનતી છોડી ન દયો,રસોઈ બનાવતી વખતે સુતરાઉ કપડા પહેરો,જ્વલનશીલ પદાર્થો દૂર રાખો,રસોઈ બની જાય પછી ગેસ નોબ બંધ કરી દયો ગરમ પદાર્થો બાળકોથી દૂર રાખો.

દાઝી જવાના કિસ્સામાં દાઝેલા ભાગ ઉપર કોઈ પેસ્ટ,મલમ, ક્રીમ કે તેલ ન લગાઓ,જો કપડાં  દાઝેલા ભાગ સાથે ચોંટી ગયા હોય તો ખેંચો નહીં, બળી ગયેલી જગ્યાને સાફ કરવાનો પ્રયાસ કરશો નહીં અને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જાઓ.આમ આવી નાની નાની જાગૃતિ. બર્ન્સ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

Leave a comment