ભુજ RTO દ્વારા કબ્જે કરાયેલા વાહનોનો ટેક્સ ભરપાઈ ન થતા હવે હરાજી કરવામાં આવશે

આરટીઓ દ્વારા ટેક્સ બાકી હોય છતાં કચ્છનાં માર્ગો પર દોડતા વાહનો અગાઉ કબજે કરવામાં આવ્યા હતા.લાંબા સમયથી આ વાહનો ભુજની આરટીઓ કચેરીમાં પડ્યા છે પરંતુ વાહન માલિક દ્વારા ટેક્સની રકમ ભરપાઈ કરવામાં ન આવતા અને હવે વાહનોની હરરાજી કરી તેની આવકમાંથી ટેક્સના નાણાં ભરપાઈ કરવાનો કડક નિર્ણય લેવાયો છે.

આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટરો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરીને વાહનોનો ટેક્સ ભરપાઈ થયો છે કે કેમ તેની તપાસ કરવામાં આવતી હોય છે અને વાહન માલિકને ટેક્સની રકમ ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવે છે.નોટિસ બાદ પણ ટેક્સ ભરપાઈ ન થાય તો વાહન કબજે કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે.હાલમાં ભુજ આરટીઓ કચેરીના પ્રાંગણમાં પાંચ જેટલી બસ તેમજ અન્ય ટ્રેલરો, ખટારા મળી 20થી વધુ વાહનો પડ્યા છે.જે મોટેભાગે ટેક્સ બાકી હોવાથી કબજે કરવામાં આવ્યા હતા.વાહન માલિકને ટેક્સની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી તેમ છતાં હજી સુધી રકમ ભરપાઈ થઈ નથી.જેથી નિયમ પ્રમાણે વાહનોની હરરાજી કરી તેની ઉપજેલી રકમમાંથી ટેક્સ ભરપાઈ કરવાનો નિર્ણય લેવાયો છે.આ બાબતે હરરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

Leave a comment