હાલના સમયમાં માણસ નાની નાની બાબતોમાં ઉશ્કેરાઈ જઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરી દેતો હોવાની ઘટનાઓ બનતી હોય છે તેવામાં પશ્ચિમ કચ્છમાં અલગ અલગ ત્રણ જગ્યાએ થયેલી મારામારી પોલીસ ચોપડે નોધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ નાની ચીરઇના ફરિયાદી વસીમ અકરમ રમજુભાઈ લુહારે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી ઈરફાન ઓસમાણ લુહાર,ઓસમાણ હુશેન લુહાર અને અન્ય બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ શનિવારે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં ફરિયાદી આરોપીઓના ઘરે લગ્ન પ્રસંગે ગયો હતો.એ દરમિયાન આરોપીઓએ અમારા મકાનના રૂમમાં જવાની ના કેમ પાડે છે.તેવું કહી ફરિયાદીને ભૂંડી ગાળો આપી લાકડી અને ધકબુશટનો માર માર્યો હતો.
બીજી તરફ સરસપર ગામના ફરિયાદી ગીતાબેન હરિભાઈ ગાગલે માધાપર પોલીસ મથકે આરોપી ધનજી પુના ખાસા વિરુદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે,બનાવ 14 ફ્રેબ્રુઆરીના દસ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.જેમાં આરોપીએ ગૌચર જમીનમાં ગાયો-ભેંસોના વાડાની સાફ-સફાઈ બાબતના મનદુઃખે ફરિયાદી અને સાહેદને ગાળો બોલી ધકબુશટ કર્યો હતો.તો સામ પક્ષે ફરિયાદી ધનજીભાઈ પુનાભાઈ ખાસાએ આરોપી ગીતાબેન હરી ગાગલ,પારુલબેન રણછોડ ગાગલ,રાહુલ રણછોડ ગાગલ અને લક્ષ્મણ કારા ગાગલ વિરીદ્ધ ગુનો નોધાવતા જણાવ્યું કે,ગૌચર જમીનમાં આરોપીઓ ગાયો-ભેંસોના વાડાની સફાઈ કરતા હતા. જેને ના પાડતા ભૂંડી ગાળો બોલી મારામારી કરી હતી.જયારે ખાવડા પોલીસ મથકે ફરિયાદી હકીમખાન ખુદાબક્ષ ખાને આરોપી સફેદ કલરની જીજે 12 ડીએમ 0538 વાળીના ચાલક અને તેની સાથે રહેલા બે શખ્સો સામે ગુનો નોધાવ્યો છે.બનાવ 14 ફ્રેબ્રુઆરીના પોણા આઠ વાગ્યાના સમયે લુડીયા ત્રણ રસ્તા પાસે આવેલી હોટલ પર બન્યો હતો.જેમાં આરોપીઓએ ફરિયાદીના ટ્રેઇલરને ઉભો રખાવવા પ્રયાસ કર્યો હતો.જે બાદ હોટલ પર આવી ત્રણેય આરોપીઓએ માર માર્યો હતો.ઉપરોક્ત ત્રણેય બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
