અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ દ્વારા ટેલેન્ટેડ તીરંદાજ હાર્દી પંડ્યા ની પ્રતિભા ને  ટેકનૉલોજી નો આધાર

અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લી. હંમેશા યુવાનોને પ્રોત્સાહન આપવા અને તેમની પ્રતિભાને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. “સપના તમારા, સાથ અમારો” , વાત ને વેગ આપતા અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લી. દ્વારા મીરજાપર, ભુજની હાર્દી પંડ્યા, એક ખૂબ પ્રતિભાશાળી તીરંદાજ ને સહાય કરી કારકિર્દી ના પંથ ને નિરંતર કરવાના સફળ પ્રયાશો કરાયા. એમ.એસ.વી. હાઈસ્કૂલ માધાપર માં તીરંદાજી રમત ની પ્રેક્ટિસ કરનારી  હાર્દી પંડ્યા એ તીરંદાજી માં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કચ્છ જિલ્લાનું નેતૃત્વ કરી મહાન સફળતા પ્રાપ્ત કરી છે. પરંતુ ટેક્નોલૉજીયુક્ત સાધનો ના અભાવ તેના મનોબળ ને નિરાશ કરી રહ્યા હતા. ક્ષમતાઓના બાણ ને સફળતા નો લક્ષ્ય મળે તે જરૂરી બન્યું ત્યારે માંડવી મુન્દ્રા ના ધારાસભ્યશ્રી અનિરુધભાઈ દવે અને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા સાહેબશ્રી દ્વારા પણ જરૂરિયાત સંતોષવા ની બાંહેધરી લેવાઈ. આ દીકરી ની આંતર-રાષ્ટ્રીય કક્ષા એ ભાગ લેવાની અને જીતવાની ક્ષમતાઓ ને અદાણી ફાઉન્ડેશન જરૂર પારખશે તેવો વિશ્વાસ અનિરુધભાઈ એ દાખવ્યો અને જે પરિપૂર્ણ થયો. હાર્દી ને આગળ સારા પ્રદર્શન માટે જરૂરી મેઈડ ઇન યુ.એસ.એ. કમ્પાઉન્ડ આર્ચરી (તીરંદાજી) સાધનો માટેની રકમ પૂરી પાડીને અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લી. કચ્છ ની આ પ્રતિભાશાળી દીકરી ની સફળતા ના નવા માર્ગને ખુલ્લો મૂકવાની કોશિશ કરેલ છે. હાર્દી એ કચ્છ જિલ્લા નું ગૌરવ વધારી રહી છે અને તેની આ સફળતા અને પ્રતિભા માટે અદાણી ફાઉન્ડેશન અને મુન્દ્રા પેટ્રોકેમિકલ્સ લી. ગર્વ અનુભવે છે.

Leave a comment