અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરને RTE હેઠળ અનુકરણીય કાર્યો બદલ રાષ્ટ્રીય સન્માન

ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યા મંદિરે ફરી એકવાર શિક્ષણમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન બદલ માન્યતા મેળવી છે. એજ્યુકેશન એક્સેલન્સ – એમ્પાવરિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં “સ્કૂલ ફોર અંડરપ્રિવિલેજ્ડ / આરટીઇ અમલીકરણ” શ્રેણીમાં પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત એવોર્ડ સમારંભમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ સંસ્થાઓનું સન્માન કરવામાં આવે છે.

એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ્સમાં AVMB ને સર્ટિફિકેટ ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ વંચિત વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરવા અને શિક્ષણ અધિકાર કાયદાના અનુકરણીય અમલીકરણ માટે શાળાના અતૂટ સમર્પણને નવાજે છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ દીપક વર્મા, ભારતના શિક્ષણ રાજ્યમંત્રી ડૉ. સુકાંત મજુમદાર સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં આ વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું.

આ માન્યતા ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યા મંદિરની સમાવેશી શિક્ષણમાં અગ્રણી ભૂમિકાની પુનઃપુષ્ટિ કરે છે. તેમજ આર્થિક નબળી પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ માટે સમાન શિક્ષણની તકો સુનિશ્ચિત કરે છે. શિક્ષણ અધિકાર કાયદાના સિદ્ધાંતોને સમર્થન આપતા તે સૌને સમાન શિક્ષણમાં પ્રેરણા અને માપદંડ સ્થાપિત કરવાનું યથાવત છે.

સતત બીજા વર્ષે અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર સંસ્થાને આ સન્માન મળ્યું છે, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. શિક્ષણ દ્વારા જીવનમાં પરિવર્તન લાવવાના મિશન સાથે અદાણી વિદ્યામંદિર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવાનું ચાલુ રાખે છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંલગ્ન AVMB ધોરણ 1 થી 10 સુધી મફત શિક્ષણ પ્રદાન કરે છે. જેમાં ટ્યુશન ફી, પાઠ્યપુસ્તકો, ગણવેશ અને પૌષ્ટિક ભોજન પણ પ્રદાન કરવામાં આવે છે.

Leave a comment