અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલના આંખ વિભાગના તબીબે કિશોરને તેની જમણી આંખમાં એકાએક દેખાવાનું બંધ થઈ જતાં માત્ર દવા અને ઇન્જેક્શન દ્વારા જ આંખની રોશનીનું ૨ દિવસમાં જ પુનઃ સ્થાપન કર્યું હતું.
હોસ્પિટલના આંખ વિભાગના ડો.અતુલ મોડેસરાએ કહ્યું કે,અંજાર તાલુકાના ચંદિયા ગામના તરુણ ક્રિષ્ના બાંભણીયાને તાવ આવી ગયા પછી જમણી આંખમાં એકાએક દેખાવાનું સદંતર બંધ થઈ ગયું હતું. જેને ઓપ્ટિક ન્યુરોટાઇસ કહે છે, જેમાં દૃષ્ટિ ચેતા નસ, આંખ મારફતે જોવાતી વસ્તુને મગજ સુધી લઈ જાય છે જેથી ચિત્ર દેખાય છે પણ તેમાં સોજો કે અન્ય ક્ષતિ સર્જાય તો દેખાતું બંધ થઈ જાય છે.
આ સ્થિતિ કિશોરને થઈ હતી જેને તાવ આવવાથી નસમાં અને પડદામાં સોજો આવી ગયો હતો અને દેખાતું બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ તેને સતત સારવાર અને નિરીક્ષણ ઉપર રાખી તેની દૃષ્ટિને પુન સ્થાપિત કરી હતી.આ સારવારમાં ડો.નૌરીન મેમણ, ડો.મિત પરીખ, ડો.રવી સોલંકી અને ડો. રાહી પટેલ જોડાયા હતા.
