એપલના બે એકાઉન્ટ વચ્ચે હવે સબસ્ક્રિપ્શન ટ્રાન્સફર શક્ય છે

એપલ દ્વારા નવા ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી એક ડિવાઇસમાં ખરીદેલી સામગ્રીને બીજી ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાશે. તેમાં એપ્સ અને મ્યુઝિક સહિત દરેક વસ્તુનો સમાવેશ થાય છે. એપલે એની જાહેરાત તેમના વેબસાઇટના સપોર્ટ પેજ પર કરી છે. જો કે આ ફીચર ફેમિલી શેરિંગથી અલગ છે.

ઘણાં યુઝર્સ એવા છે જેઓ એક કરતાં વધુ એપલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. કામ માટે અને પર્સનલ ઉપયોગ માટે અલગ એકાઉન્ટ હોય છે. મોટાભાગે આ યુઝર્સનું પ્રાઇમરી એકાઉન્ટ આઇક્લાઉડ અને અન્ય એપ્સ માટે હોય છે, જ્યારે બીજું એકાઉન્ટ એપ્સ અને મીડિયાના પરચેઝ માટે હોય છે. આથી આ પ્રકારના યુઝર્સ લાંબા સમયથી સબસ્ક્રિપ્શન શેર કરવા માટેના ઓપ્શનની માંગ કરી રહ્યાં હતાં, જેમાં ફક્ત ખરીદેલી વસ્તુને જ ટ્રાન્સફર કરી શકાય, અન્ય કોઈપણ ડેટાને નહીં.

એપલ દ્વારા આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે ચોક્કસ નિયમો પણ છે. આ પરચેઝ ટ્રાન્સફર હાલમાં યુરોપિયન યુનિયન, યુનાઇટેડ કિંગડમ અને ઇન્ડિયામાં ઉપલબ્ધ નથી, પરંતુ ખૂબ જલદી શરૂ કરવામાં આવી શકે છે. આ ટ્રાન્સફર કરવા માટે બન્ને ડિવાઇસ એક જ દેશ અને એક જ જગ્યાએ હોવી જોઈએ. ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલું હોવી જોઈએ અને પેમેન્ટ મેથડ્સ પણ સક્રિય હોવી જોઈએ. આ સાથે જ ફેમિલી શેરિંગ બંધ હોવું જોઈએ.

આ પરચેસ ટ્રાન્સફર લોક, ડિસેબલ, ડિલીટેડ અથવા ડિએક્ટિવેટેડ એકાઉન્ટ પરથી નહીં થઈ શકે. આ માટે બન્ને એકાઉન્ટ ચાલતા હોવા જરૂરી છે. તેમજ જો યુઝરના પ્રાઇમરી એકાઉન્ટ દ્વારા એક પણ વાર પરચેઝ કરવામાં આવી નથી તો પરચેઝ માઇગ્રેશન શક્ય નથી. આથી ફક્ત એક્ટિવ યુઝર્સ જ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. આ પરચેસ ટ્રાન્સફર લોક, ડિસેબલ, ડિલીટેડ અથવા ડિએક્ટિવેટેડ એકાઉન્ટ પરથી નહીં થઈ શકે. આ માટે બન્ને એકાઉન્ટ ચાલતા હોવા જરૂરી છે. તેમજ જો યુઝરના પ્રાઇમરી એકાઉન્ટ દ્વારા એક પણ વાર પરચેઝ કરવામાં આવી નથી તો પરચેઝ માઇગ્રેશન શક્ય નથી. આથી ફક્ત એક્ટિવ યુઝર્સ જ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

એક એપલ એકાઉન્ટથી બીજા એપલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે, પહેલા સેટિંગ્સમાં જાઓ. ત્યારબાદ એપલ એકાઉન્ટના નામ પર ક્લિક કરીને ‘મીડિયા અને પરચેઝ’ પર જાઓ. ત્યાં ‘માઇગ્રેશન પરચેઝ’ વિકલ્પ આપેલ હોય, તેની પર ક્લિક કરો. પ્રાઇમરી અને સેકન્ડરી એકાઉન્ટની માહિતી વેરિફાઇ કર્યા પછી યુઝર્સને કન્ફર્મેશન ઇમેલ મળશે. આ ઇમેલ મળતાં જ યુઝર્સ તેમના બન્ને એકાઉન્ટ પર એક ડિવાઇસમાં કરેલી પરચેઝને અન્ય ડિવાઇસમાં ઉપયોગ કરી શકશે.

Leave a comment