અદાણી-ઇસ્કોનની ટીમના પ્રયાસોથી લંડનની ‘યમુના’નો માતા-પિતા સાથે સંગમ

વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળામાં અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકો સેવા અને સમર્પણનું અનોખુ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. પ્રયાગરાજમાં આમ તો ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે પરંતું તાજેતરમાં લંડનથી આવેલી યમુનાનો તેના માતા-પિતા સાથે સંગમ ચર્ચામાં છે. અદાણી-ઈસ્કોનના સ્વયંસેવકોએ મહાકુભની ભીડમાં વિખુટી પડેલી લંડનની એક દિકરી યમુનાને તેના માતિ-પિતાને સુરક્ષિત સોંપી હતી, જો કે, આ સેવામાં તેમની પૂરેપૂરી કસોટી થઈ હતી.

લંડનથી આવેલા પરિવારની એક 10 વર્ષની બીમાર દિકરી યમુના કુંભમેળાની ભારે ભીડમાં માતા-પિતાથી અલગ થઈ ગઈ હતી. જોકે તે અદાણી-ઈસ્કોન દ્વારા ચલાવવામાં આવતી મહાપ્રસાદ સેવાના પંડાલ નજીક હોવાથી સ્વયંસેવકોની તેના પર નજર પડી હતી. તેમણે યમુનાને તેના માતા-પિતા સુધી પહોંચાડવાનું બીડું ઝડપી લીધુ હતું.

સ્વયંસેવકોને યમુનાને સ્કૂટી પર સુરક્ષિત માતા-પિતા સુધી પહોંચાડી રહ્યા હતા, પરંતુ કમનસીબે, ભીડમાં કેટલાક શ્રદ્ધાળુઓ તેને ગેરસમજથી અપહરણ સમજી ઘર્ષણ પર ઉતરી આવ્યા હતા. અંધાધૂંધીમાં ડરી ગયેલી યમુના ભીડને બરાબર સમજાવી શકી નહીં, જો કે જ્યારે સત્ય સ્પષ્ટ થયું ત્યારે સમગ્ર ગેરસમજ દૂર થઈ ગઈ. પરંતુ ત્યાં સુધીમાં, સ્વયંસેવકો અન્યાયી વર્તન સહન કરી ચૂક્યા હતા.

અનેક આપત્તિઓનો સામનો કરીને તેઓ નિ:સ્વાર્થ સેવાના કર્તવ્યપથ પર આગળ વધી રહ્યા છે. સરકારે તાજેતરમાં અદાણી અને ઇસ્કોન દ્વારા પૂરી પાડવામાં આવતી ગોલ્ફ કાર્ટની અવરજવર બંધ કરી દેતા જરૂરિયાતમંદ લોકો માટે મેળામાં ફરવાનું મુશ્કેલ બન્યું છે. તેવામાં બંને ટીમોએ ભક્તોને મદદ કરવા સ્કૂટર સહિતના વૈકલ્પિક માધ્યમોનો ઉપયોગ કરીને તેમના પ્રયાસો ચાલુ રાખ્યા છે.  

અદાણી અને ઇસ્કોનના સ્વયંસેવકો યાત્રાળુઓને ખોરાક, સહાય અને પરિવહન પૂરું પાડવાના સંયુક્ત પ્રયાસો અડગ બની કરી રહ્યા. કુંભમાં યાત્રાળુઓની સેવા કરવા માટે માત્ર મહાપ્રસાદનું વિતરણ જ નહીં પરંતુ આવશ્યક ગતિશીલ સેવાઓ પણ પૂરી પાડીને અનોખુ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. સંયુક્ત પ્રયાસો થકી તેઓ ખાતરી કરે છે કે વૃદ્ધો, અપંગ વ્યક્તિઓ અને નાના બાળકોને ભારે ભીડ વચ્ચે પરિવહન અને સંભાળની સુવિધા મળી રહે.

Leave a comment