ભારતને અત્યાધુનિક હથિયાર આપશે અમેરિકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ રહયોગને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર અને સૈન્ય ભાગીદારી છેલ્લાં ઘણાં સમયથી ઝડપથી વધી છે. આ મુલાકાતથી તેમાં વધુ મજબૂતી આવવાની સંભાવના છે. 

ભારત અને અમેરિકા એક સમાન વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે, વિશેષ રૂપે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સ્વતંત્રતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે. 2016માં અમેરિકાએ ભારતને મુખ્ય ડિફેન્સ પાર્ટનરનો દરજ્જો આપ્યો હતો, જેનાથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના ટ્રાન્સફરને વેગ મળ્યો. આ સિવાય, 2018માં ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ઑથરાઇઝેશન ટિયર-1 (STA-1)નો દરજ્જો મળ્યો, જેનાથી ભારતને લશ્કરી અને દ્વી-ઉપયોગી ટેકનોલોજીની વધુ અનુકૂળ ઍક્સેસ મળી.

ભારત સામે લડાકૂ વિમાન F-21, Boeing F/A-18 Super Hornet અને F-15EX Eagle જેવા અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનો પ્રસ્તાવ છે. આ વિમાન ભારતીય વાયુસેનાની તાકાત વધારશે અને અમેરિકા સાથે લશ્કરી સંકલનને મજબૂત બનાવશે.

અમેરિકા MH-60R Seahawk હેલિકોપ્ટર (2.8 બિલિયનનો ડોલરનો કરાર) અને Sea Guardian Unmanned Aerial System (UAS)ની સપ્લાય કરે તેવી શક્યતા છે, જે ભારતીય નૌસેનાની જાસૂસી અને વ્યૂહાત્મક ક્ષમતાઓમાં વધારો કરશે.

ભારતે પહેલાં જ Apache અટેક હેલિકોપ્ટર (796 મિલિયન ડોલર) અને Large Aircraft Infrared Countermeasure (189 મિલિયન ડોલર)ની ખરીદી કરી છે. આ બેઠકમાં આ સંરક્ષણ કરારને હજુ વિસ્તાર કરવા પર ચર્ચા થઈ શકે છે. 

અમેરિકા અને ભારત Tiger Triumph જેવી ત્રિ-સેવા અભ્યાસ અને  Malabar જેવા નૌકાદળ અભ્યાસો દ્વારા તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવી રહ્યા છે. આ બેઠકમાં આ સૈન્ય અભ્યાસોને વિસ્તૃત કરવા પર સંમતિ બની શકે છે.

FMS (Foreign Military Sales) અને  DCS (Direct commercial sales) હેઠળ શસ્ત્રો અને સંરક્ષણ ટેકનોલોજીની ખરીદીને સરળ બનાવવામાં આવશે. IMET (International Military Education and Training) કાર્યક્રમ હેઠળ ભારતને વધુ યુએસ લશ્કરી તાલીમ અને તકનીકી જ્ઞાન ઉપલબ્ધ કરાવી શકાય છે.

બંને દેશો LEMOA (Logistics Exchange Memorandum of Agreement), COMCASA (Communications Compatibility and Security Agreement)અને ISA (Industrial Security Agreement) જેવા કરારોને વધુ અસરકારક બનાવવા પર ચર્ચા કરી શકે છે.

અમેરિકા અને ભારત સામાન્ય લક્ષ્ય હેઠળ ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવી શકે છે.

QUAD દેશો અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સુરક્ષા વ્યૂહરચનાને વધુ આગળ વધારવાની યોજનાઓ બનાવી શકાય છે.

Leave a comment