પૂર્વોત્તરના પ્રતિનિધિઓનો કચ્છ પ્રવાસ પૂર્ણ થતાં ભુજમાં નાગરિક સત્કાર સમારોહ યોજાયો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત SEIL (Student Experience in Inter-State Living) યાત્રા અંતર્ગત પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓએ કચ્છની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસા અને ઉદ્યોગસર્જનને નજીકથી અનુભવ્યું. ચાર દિવસ ચાલેલી આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ સફેદ રણ, સ્મૃતિવન, ભારત-પાકિસ્તાન બોર્ડર, મુન્દ્રા પોર્ટ અને કચ્છ યુનિવર્સિટીની મુલાકાત લીધી. યાત્રાના અંતિમ દિવસે ભુજમાં મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજમા વિશિષ્ટ નાગરિક સત્કાર સમારોહ યોજાયો હતો.સમારોહની સ્વાગત સમિતિના અધ્યક્ષ બાબુભાઈ હુંબલ, મંત્રી ભાર્ગવભાઈ શાહ

તથા સદસ્યો ભરતભાઈ દરજી, હિતેશભાઈ ખંડોર,કુલદીપસિંહ જાડેજા, જીગરભાઈ છેડા, કલ્પેશભાઈ ગોસ્વામી, ડો. દિવ્યરાજસિંહ જાડેજા, મિલનભાઈ સોની,રામભાઈ ગઢવી, ડો.મેહુલસિંહ ઝાલા, ચિંતનભાઈ મોરબિયાએસૌ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.

નાગરિક સત્કાર સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવતા કહ્યું કે કચ્છએ અમને એકતા અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવ્યો છે. અહીંના લોકોની મહેમાનગતિ અને ઉદારતાના કારણે અમને પોતાના ઘરની યાદ એક દિવસ પણ આવી નથી.મહત્વનુ છે કે, આ યાત્રા માત્ર પ્રવાસ નથી પણ એક ભાવનાત્મક અને બૌદ્ધિક સમૃદ્ધિ લાવતો અનુભવ છે. કચ્છની ધરતીએ પૂર્વોત્તર ભારતના વિદ્યાર્થીઓને એક સંસ્કૃતિ સભર પરિચય આપ્યો અને ભારતીય એકતા માટે એક મજબૂત મંચ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં એબીવીપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સુરભીબેન દવે, આરએસએસ કચ્છ વિભાગ સંઘચાલક હિંમતસિંહ,એબીવીપી પ્રદેશ સંગઠન મંત્રી હિમાલયસિંહ ઝાલા,પ્રદેશ મંત્રી સમર્થભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ મનમીતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.કચ્છ વિભાગના કાર્યકર્તાઓ, હોસ્ટ ફેમીલી, સ્થાયી કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનારા સૌનો ગુજરાત પ્રદેશ સહમંત્રી અને કચ્છ વિભાગ સંયોજક શિવરાજસિંહ જાડેજાએ આભાર વ્યક્ત કર્યો હતો.

SEIL યાત્રાનું મુખ્ય ઉદ્દેશ વિવિધ પ્રદેશોના યુવાનો વચ્ચે એકતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને રાષ્ટ્રીયતાની ભાવના ઉંડે ઉતારવાનો છે. આ યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ કચ્છની લોકસંસ્કૃતિ, ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસના દર્શન કર્યા હતા તેઓએ સફેદ રણમાં કચ્છની લોકકલા, હસ્તકલા અને લોકસંગીત દ્વારા પ્રદેશની વૈવિધ્યસભર સંસ્કૃતિ જાણી,સ્મૃતિવનમાં ભૂકંપ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભૂકંપ પછીનો વિકાસ જોઈને કચ્છની ખુમારીને બિરદાવી હતી.ખરદોઈ ચોકીએ દેશપ્રેમની લાગણી અનુભવી હતી. ભારતના સૌથી મોટા ખાનગી મુન્દ્રા બંદરે દરિયાઈ વેપાર અને ઈકોનોમિક કોરિડોર વિશે જ્ઞાન મેળવ્યું.યુનિવર્સિટીમાં કુલપતિ મોહનભાઈ પટેલે કચ્છ અને પૂર્વોત્તર ભારતના સબંધો વિશે માહિતી આપી હતી.

Leave a comment