સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, એટલે કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વે રજૂ કર્યો. આ મુજબ નાણાકીય વર્ષ 26માં, એટલે કે 1 એપ્રિલ, 2025થી 31 માર્ચ, 2026 સુધી GDP વૃદ્ધિ 6.3%થી 6.8% રહેવાનો અંદાજ છે. એ જ સમયે 2024-25 માટે GST કલેક્શન 11% વધીને રૂ. 10.62 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

બજેટના એક દિવસ પહેલાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. આમાં સરકાર પાસે આ નાણાકીય વર્ષ એટલે કે 2024-25માં દેશની GDP અને મોંઘવારીનો અંદાજ સહિત ઘણી માહિતી છે. આર્થિક સર્વેક્ષણ આપણા ઘરની ડાયરી જેવું જ છે. આ આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે.

ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 4 મહિનાના નીચલા સ્તરે રહ્યો. ગયા મહિને મોંઘવારી ઘટીને 5.22% થઈ. નવેમ્બરની શરૂઆતમાં મોંઘવારીનો દર 5.48% હતો, જ્યારે 4 મહિના પહેલાં ઓગસ્ટમાં મોંઘવારીનો દર 3.65% હતો.

આપણે એવા દેશમાં રહીએ છીએ, જ્યાં મધ્યમવર્ગના લોકોની સંખ્યા ખૂબ વધારે છે. આપણા મોટા ભાગનાં ઘરોમાં ડાયરી બનાવવામાં આવે છે. આ ડાયરીમાં તમામ હિસાબ-કિતાબ રાખીએ છીએ. જ્યારે આપણે વર્ષ પતે પછી જોઈએ ત્યારે ખબર પડે છે કે આપણું ઘર કેવી રીતે ચાલ્યું. આપણે ક્યાં ખર્ચ્યા કર્યા? કેટલું કમાયા? કેટલું બચાવ્યું? આના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આવનારું વર્ષ આપણે કેવી રીતે વિતાવવું જોઈએ? તમારે કેટલી બચત કરવાની જરૂર છે? આપણી હાલત કેવી હશે?

આર્થિક સર્વેક્ષણ આપણા ઘરની ડાયરી જેવું જ છે. આ બતાવે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ શું છે? આર્થિક સર્વેક્ષણમાં ગયા વર્ષનો હિસાબ અને આગામી વર્ષ માટે સૂચનો, પડકારો અને ઉકેલોનો સમાવેશ થાય છે. બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે.

આર્થિક બાબતો એ નાણાં મંત્રાલય હેઠળનો એક વિભાગ છે. એ હેઠળ એક આર્થિક વિભાગ છે. આ આર્થિક વિભાગ મુખ્ય આર્થિક સલાહકાર, એટલે કે CEAની દેખરેખ હેઠળ આર્થિક સર્વેક્ષણ તૈયાર કરે છે. વર્તમાન CEO ડૉ. વી. અનંત નાગેશ્વરન છે.

આ ઘણી રીતે જરૂરી છે. આર્થિક સર્વે આપણા અર્થતંત્ર માટે દિશા તરીકે કામ કરે છે, કારણ કે એ આપણને જણાવે છે કે આપણી અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે અને એને સુધારવા માટે આપણે શું કરવાની જરૂર છે.

સરકાર સર્વે રજૂ કરવા અને એમાં કરવામાં આવેલાં કોઈપણ સૂચનો કે ભલામણો સ્વીકારવા માટે બંધાયેલી નથી. જો સરકાર ઇચ્છે તો એમાં આપેલાં તમામ સૂચનોને નકારી શકે છે છતાં એ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ ગયા વર્ષના અર્થતંત્રનો હિસાબ આપે છે.

Leave a comment