આજે એટલે કે 28 જાન્યુઆરીએ સેન્સેક્સ 535 પોઈન્ટના વધારા સાથે 75,901 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 128 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 22,957ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળ્યો છે. આજે બેંકિંગ અને ઓટો શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે FMCG અને IT શેર આજે ઘટ્યા હતા.
એશિયન માર્કેટમાં જાપાનના નિક્કેઈમાં 0.65%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને કોરિયાનો કોસ્પી આજે બંધ છે.
NSEના ડેટા અનુસાર, 27 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 5,015 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 6,642 કરોડના શેર ખરીદ્યા હતા.
27 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 0.65%ના વધારા સાથે 44,713 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.46% ઘટીને 6,012 પર બંધ થયો. નેસ્ડેક ઇન્ડેક્સમાં 3.07%નો ઘટાડો રહ્યો.
ડૉ. અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે IPO આવતીકાલ (29 જાન્યુઆરી)થી ખુલશે. રોકાણકારો આ ઈસ્યુ માટે 31 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 5 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
આ પહેલા ગઈકાલે એટલે કે 27 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 824 પોઈન્ટના ઘટાડા સાથે 75,366 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 263 પોઈન્ટ ઘટીને 22,829ના સ્તરે બંધ થયો હતો.
