નલિયામાં ઠંડીમાંથી રાહત, લઘુતમ તાપમાન 14 ડિગ્રી

કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાંથી આખરે લોકોને રાહત મળી છે. શિયાળાના મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખાતા નલિયામાં આજે લઘુતમ તાપમાનનો પારો 5 ડિગ્રી જેટલો ઊંચકાઈને 14 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેના કારણે લોકોને ઠંડીમાંથી રાહત મળી છે.

જિલ્લા મથક ભુજમાં પણ લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સુધી પહોંચતા બપોરના સમયે સૂર્યનો તાપ વધુ અનુભવાયો હતો. આ ફેરફારની અસર શહેરના વાતાવરણ પર પણ જોવા મળી હતી, જ્યાં ભુજનું આકાશ ગુલાબી રંગના વાદળોથી સુશોભિત થયું હતું.

ખાસ કરીને શાળાએ જતાં બાળકોના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી, કારણ કે તેઓ હવે તીવ્ર ઠંડીના પ્રકોપમાંથી મુક્ત થયા છે. જો કે, હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં ઉતાર-ચઢાવની સંભાવના વ્યક્ત કરી છે, જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

Leave a comment