યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ આજે એટલે કે 22 જાન્યુઆરી 2025 ના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2025 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે જ UPSC CSE 2025 માટેની અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આ વર્ષનું નોટિફિકેશન, અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન માટે UPSCની અધિકૃત વેબસાઇટ upsc.gov.in પર જોઈ શકે છે. આ ભરતી હેઠળ 979 જગ્યાઓ ભરવામાં આવશે. અને અરજી કરવા માંગતા ઉમેદવારો 11 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.
સામાન્ય રીતે UPSC દ્વારા ફેબ્રુઆરી મહિનામાં CSE નોટિફિકેશન જારી કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે કમિશને જાન્યુઆરીમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં જ્યારે UPSC એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) માટે કુલ 1,056 જગ્યાઓ અને ભારતીય વન સેવા (IFoS) માટે 150 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડી હતી. અને આ વખતે ઉમેદવારોએ ચોક્કસ સંખ્યા જાણવા માટે સંસ્થાની અધિકૃત નોટિફિકેશનની રાહ જોવી પડશે. વર્તમાન સમયમાં UPSC CSE 2024 ઈન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે, જે એપ્રિલમાં સમાપ્ત થશે.
UPSC CSE 2025 પ્રિલિમ પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાશે. જે ઉમેદવારોને પ્રિલિમ પરીક્ષામાં કટ-ઓફ માર્ક્સ મળશે તેઓ જ મુખ્ય પરીક્ષા માટે પાત્ર બનશે. મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ પ્રકારે રહેશે અને 22 ઓગસ્ટ, 2025 થી પાંચ દિવસ માટે લેવામાં આવશે.
વર્ષ 2024ની જેમ આ વખતે પણ CSE નોટિફિકેશનમાં મહિલાઓ, SC, ST અને બેન્ચમાર્ક અપંગતા ધરાવતા ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય તમામ ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. તેમજ આ ફી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ શાખામાંથી રોકડ, નેટ બેંકિંગ વિઝા, માસ્ટર, રૂપે કાર્ડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઈન ચૂકવી શકાશે.
