અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સનું ત્રીજું ક્વાર્ટર અપડેટ જાહેર થયા બાદ બ્રોકરેજ હાઉસનો કંપની પર વિશ્વાસ વધ્યો છે. જેફરીઝે કંપની પર ‘BUY’ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ દ્વારા AESL માટે લક્ષ્ય ભાવ 67% ના વધારા સાથે રૂ. 1,300 નક્કી કરવામાં આવ્યો છે. જેફરીઝ માને છે કે કંપનીના ટ્રાન્સમિશન નેટવર્ક, પ્રોજેક્ટ પાઇપલાઇન અને તેના મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમને કારણે તેની વૃદ્ધિની યાત્રા અવિરત રહેશે.
જેફરીઝે તેની નોંધમાં લખ્યું છે કે, કંપનીએ 99.7% મજબૂત સિસ્ટમ ઉપલબ્ધતા જાળવી રાખી છે અને તેના ટ્રાન્સમિશન નેટવર્કમાં 225 સર્કિટ કિલોમીટરનો ઉમેરો થયો છે. જેનાથી તેનું કુલ સર્કિટ નેટવર્ક વધીને 26,485 સર્કિટ કિલોમીટર થઈ ગયું છે. દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન કંપની AESL એનર્જી ડોમેનના વિવિધ પાસાઓમાં હાજરી ધરાવતી મલ્ટીડાયમેન્શનલ સંસ્થા છે.
સરકાર 2026 સુધીમાં 25 કરોડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. જેફરીઝનું માનવું છે કે, સ્માર્ટ મીટરિંગ કંપની માટે એક નવું ઉચ્ચ વિકાસ ક્ષેત્ર છે. કંપનીએ તેના બે નવા પ્રોજેક્ટ્સ સાથે પ્રોજેક્ટ પાઇપલાઇનને વધુ મજબૂત બનાવી છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ ‘મૂડી વ્યવસ્થાપન કાર્યક્રમનું ધ્યાન લાંબા ગાળાના બોન્ડ દ્વારા વ્યાજ ખર્ચમાં વધઘટ ઘટાડવાનું છે.’
AESL ઉર્જા લેન્ડસ્કેપમાં સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ પરિવર્તન લાવવા ઉત્પ્રેરક છે. બ્રોકરેજ દ્વારા અદાણી એનર્જી સોલ્યુશન્સનો ટાર્ગેટ ભાવ રૂ. 1,300 નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 67% નો વધારો થશે. પાવર ગ્રીડના 6-7% PAT CAGR ની તુલનામાં FY24-27 દરમિયાન અદાણી એનર્જીની વૃદ્ધિ ઘણી વધારે છે. તે જોતાં, પાવર ગ્રીડ માટે 10x લક્ષ્ય EV/EBITDA મલ્ટિપલ કરતાં આ 50% પ્રીમિયમ છે.
બ્રોકરેજના મતે કોમોડિટીના ભાવ પર અસર મર્યાદિત કરવા માટે વિક્રેતા વ્યવસ્થા કંપની માટે સકારાત્મક છે. બીજી બાજુ વ્યાજ દર જાળવવામાં અસમર્થતા શેર માટે જોખમ ઊભું કરશે અને તેના સ્પર્ધકો સામે બજારહિસ્સો ગુમાવશે. AESL ઉર્જા લેન્ડસ્કેપમાં સૌથી વિશ્વસનીય, સસ્તું અને ટકાઉ પરિવર્તન લાવવા ઉત્પ્રેરક છે.
તાજેતરમાં AESL એ 25,000 કરોડના HVDC મેગા ટ્રાન્સમિશન પ્રોજેક્ટમાં પ્રિફર્ડ બિડર તરીકે ઉભરી આવી હતી. AESLનો અત્યાર સુધીની સૌથી મોટા આ પ્રોજેક્ટમાંથી પ્રતિ વર્ષ ~3,500 કરોડ આવકની સંભાવના છે. AESLના વ્યવસાયોમાં પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, સ્માર્ટ મીટરિંગ અને કૂલિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
