નલિયામાં 5.6  ડિગ્રી તાપમાનથી લોકો થરથર્યા

પશ્ચિમી વિક્ષોભ ની અસર તળે રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ફરી વળેલા ઠંડીના કાતિલ મોજાથી કચ્છમાં પણ ઠંડીની તિવ્રતા જનજીવનને વ્યાપક અસર પહોંચાડી રહી છે. ખાસ કરીને સવાર અને સાંજ ચાલતા કે બાઇક પર નીકળવું મુશ્કેલ બની જાય છે. આજે ભુજ શહેરમાં 10.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જયારે શિત મથકોમાં મોખરે રહેતા નલિયામાં ન્યૂનતમ પારો બે ડીગ્રી વધારા સાથે આજે 5.4 ડિગ્રીએ અંકિત થયો હતો. ઠંડીમાં રણ અને સમુદ્રી તટ ધરાવતા સરહદી ગામો ઠંડીમાં ધ્રુજી ઉઠ્યા હતા.

ભુજના જાહેર માર્ગો ઉપર સવારના સમયે સન્નાટો જોવા મળ્યો હતો.શિત મથક નલિયામાં આજે 5.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું, આજે વધુ એક વખત નલિયા રાજ્યમાં ઠંડા મથકોમાં અગ્ર સ્થાને જળવાઈ રહ્યું હતું. ભુજ શહેરમાં આજે સવારના સમયે ધમધમતો કોલેજ લોકોની ચહલપહલ વિના સુનકાર જોવા મળ્યો હતો. પસાર થતી સ્કૂલ બસો અને રિક્ષાઓમાં છાત્રોની હાજરી પણ ઓછી જોવા મળી હતી.

Leave a comment