મુંદરા: મુંદરા તાલુકાના ભોપાવાંઢ નજીક આવેલ કુતડી બંદર પર અનઅધિકૃત રીતે દબાણ કરીને બેઠેલા બહારના માછીમારો અને બોટોની વધતી સંખ્યા ગામ માટે ચિંતાનો વિષય બન્યો છે તેમજ દરિયામાં મૂકાતી માણસ વગરની બોટોનો ચોરી, દાણચોરી, નશીલા પદાર્થની હેરફેર જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ થઈ શકે કે કોઈ મોટો બનાવ બને, માછીમારીની આડમાં થતી અસામાજિક પ્રવૃત્તિ, આ બંદરની સામે આવેલું શેખરણપીરદાદા નું ધાર્મિક સ્થળ જે રબારી સમાજની આસ્થા નું પ્રતિક છે અને અહીં માછીમારી પ્રવૃત્તિ અને મછી સુકવણી થી વધારે સમય સુધી રહી શકાતું નથી અને પેડી, પૂજા અને ધાર્મિક પ્રસંગોમાં ખલેલ પડે છે જેથી શ્રદ્ધાળુઓમાં રોષ ની લાગણી છે વગેરે જેવી ગામની વિવિધ સમસ્યાઓને લઈને ભોપાવાંઢ ના ગ્રામજનો દ્વારા આજરોજ મુંદરા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી.


