ભારતીય મૂળ અમેરિકન કેવન પારેખે આજથી વિશ્વની ટોચની ટેક્નોલોજી બ્રાન્ડ એપલના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે કામગીરી 1 જાન્યુઆરીથી શરૂ કરી છે. 52 વર્ષીય ગુજરાતી મૂળના કેવન પારેખ ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસના વાઈસ પ્રેસિડન્ટ હતાં.
કેવન પારેખ છેલ્લા એક દાયકાથી એપલના એકાઉન્ટ સંભાળી રહ્યા છે. એપલના સીઈઓ ટીમ કુકે જણાવ્યું હતું કે, કેવન દાયકા કરતાં પણ વધુ સમયથી ફાઈનાન્સિયલ લીડરશીપ ટીમનો ભાગ રહ્યા છે. હવે એપલ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે શ્રેષ્ઠ છે.
• એન્જિનિયર કેવન પારેશે મિશિગનની યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (1989-1993)માં બીએસસી કર્યા બાદ શિકાગો યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો.
• છેલ્લા 11 વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. તેઓ કંપનીની ફાઈનાન્સ લીડરશીપ ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતાં. જેમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ, એનાલિસિસ, જીએન્ડએ અને ફાઈનાન્સ, ઈન્વેસ્ટર રિલેશન, અને માર્કેટ રિસર્ચ સહિતની જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. હવે સીએફઓ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે.
• લિંક્ડઈન પ્રોફાઈલ અનુસાર, પારેખે 2004થી જનરલ મોટર્સમાં મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યાં પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું. બાદમાં થોમસન રોયટર્સમાં ચાર વર્ષ સુધી કામગીરી કરી હતી.
• એપલમાં કેવને માર્કેટિંગ, ઈન્ટરનેટ સેલ્સ, સર્વિસિઝ અને એન્જિનિયરિંગ ટીમથી શરૂઆત કરી હતી.
