ગાંધીધામ મહાનગરપાલિકાની મંજૂરી બાદ અમલવારી માટે કોર્પોરેશન કચેરીમાં વહીવટી પ્રક્રિયા હાથ ધરાઈ

રાજ્ય સરકાર દ્વારા કચ્છની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ ખાતે બનાવવાની સત્તાવાર મંજૂરી અપાયા બાદ વહીવટદાર તરીકે વરાયેલા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ ગાંધીધામ ખાતે પહોંચી વહીવટી પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે કલેકટર અમિત અરોરાએ ગત સાંજે વિવિધ વહીવટી વિભાગ સાથે બેઠક યોજી મહાપાલિકા હેઠળ માનખાગત સુવિધા વિકસાવવા અને જાળવવા કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની જાહેરાત સાથેજ ગાંધીધામ સુધારાઈ કચેરી ખાતે અધિકારીઓની ઉપસ્થિતિથી ભારે ચહલપહલ દેખાઈ હતી.
ગાંધીધામ મહાનગરપાલિકા ખાતે પહોંચેલા જિલ્લા કલેક્ટર અને વહીવટદાર અમિત અરોરાએ મહાપાલિકા ની કામગીરી શરૂ કરવા સાથે મૂળભૂત સુવિધાઓ જળવાઈ રહે તે પ્રકારની વહીવટી પ્રક્રિયા ચાલુ રહે તેવી વ્યવસ્થા સંભાળી હતી. આ અંગે તેમણે કહ્યું હતું કે પાલિકાના વહીવટને મહા પાલિકામાં કાર્યરત કરવાની પ્રક્રિયા લાંબી ચાલશે. રાજકોટ કમિશનર તરીકેની સેવાના અનુભવે હાલ મહાપાલિકામાં સમાવિષ્ટ દરેક નાગરિકને વહીવટી સરળતા રહે તે પ્રકારે આયોજન ઘડવામાં આવી રહ્યું છે. લોકોને મળતી મૂળભૂત સેવાઓમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવશે. રસ્તા, પાણી, ગટર, ખાસ સફાઈ સહિતની કામગીરી સુચારુ રીતે ચલાવાશે. વધુમાં કહ્યું હતું કે ગુડ પ્રેક્ટિસ સિસ્ટમ નગપાલિકાઓમાં અંતર્ગત વિવિધ શાખાઓ આવેલી છે, જે શાખાઓ નહીં હોય તેને કાર્યરત કરવામાં આવશે.

ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાએ પદ સાંભળતા કહ્યું હતું કે પ્રાથમિક રીતે મહાનગરપાલિકા બનતા નિયમો, બાયલોઝ બદલાશે. રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનને કાર્યરત કરવા આદર્શ મહેકમની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય હદ રચના, વોર્ડ રચના સહિતની કામગીરી ગતીભેર હાથ ધરવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકા જાહિ થયા બાદ કચેરીમાં અધિકારીઓ, મુલાકાતીઓ અને કર્મચારીઓ ની હાજરીથી ધમધમાટ જોવા મળ્યો હતો.

પાલિકાની કચેરીમાં સફાઈ કરી દેવતા સ્વચ્છતા દેખાઈ હતી.તો બપોરે પાલિકાની કચેરીના પ્રવેશદ્વારની બંને વાહનો માટે નો પાર્કિંગ ની અમલવારી દેખાઈ હતી. કલેકટર અને કોર્પોરેશન ના વહીવટદાર ની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ, સંજય રામાનુજ વગેરે હાજર રહ્યા હતા અધિકારી ગણને પૂર્વ સુધરાઈ પ્રમુખ તેજશ શેઠ, પૂર્વે ઉપપ્રમુખ દિવ્યાબેન નાથાણી, પૂર્વ કારોબારી ચેરમેન એકે સિંઘ સહિતના પૂર્વ પદાધિકારીઓએ અધિકારીઓને આવકાર આપ્યો હતો.

Leave a comment