ભુજ અદાણી સ્કિલ ડેવ. ખાતે જીડીએ તાલીમ બેચનો પ્રારંભ

પ્રતિભા, કૌશલ્ય અને હુન્નર આધારિત કારકિર્દીના વર્તમાન સમયમાં કોઈ પણ જોબ મેળવવા ટૂંકા ગાળાના કોર્સનું મૂલ્ય વધવા લાગ્યું છે, ત્યારે વાલીઓએ બાળકોમાં રહેલા કૌશલ્ય કે હુન્નરને પારખી એ મુજબ તાલીમ આપવી જોઈએ એમ અત્રે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ અને સોડેક્ષો કંપનીના સંયુક્ત સહયોગ દ્વારા આયોજિત જનરલ ડ્યુટી આસિ. (જી.ડી.એ.) કોર્ષની પ્રથમ બેચના શુભારંભ પ્રસંગે  ઉપસ્થિત હેલ્થ કેરના વિવિધ વિભાગોના વડાઓએ ભાર મૂક્યો હતો.

        ગેઈમ્સના  ડાયરેકટર ડૉ બાલાજી પિલ્લાઈ, જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ચીફ મેડિ. સુપ્રિ ડૉ નરેન્દ્ર હિરાણીની ઉપસ્થિતિમાં કોલેજના સભાખંડમાં આયોજિત નવા બેચનું દીપ પ્રગટાવીને કોલેજના આસિ. ડીન ડૉ અજિત ખીલનાનીએ ઉદઘાટન કરતા કહ્યું કે, હેલ્થ કેર સેન્ટરમાં આસી. નર્સિંગ કરોડરજ્જુ સમાન છે, કેમકે ડોકટર કરતા નર્સિસ દર્દીની સાથે વધુ સમય રહે છે અને તબીબની સૂચના મુજબ સંભાળ લે છે.

        આ પ્રસંગે હેલ્થ કેર સોડેક્ષોના એચઆર હેડ રજનીકાંત ભારદ્વાજે સક્ષમના વિદ્યાર્થીઓને હેલ્થ કેરમાં સક્ષમ બનવા જણાવી પેશન્ટ કેર સિસ્ટમમાં સક્ષમ સાબિત થાય તેવી કામના કરી હતી. હોસ્પિટલમાં આરોગ્ય ક્ષેત્રે સોડેક્ષો કંપની સ્કિલડ અને તાલીમબદ્ધ યુવાનોને રોજગારી આપે છે જે પેશન્ટ કેર, બાયો કેમિકલ, ફૂડ અને બેવરેજીસ વિભાગ પણ સંભાળે છે. જેમાં જી. ડી. એ. ના તાલીમબદ્ધ વિદ્યાર્થીઓ ઉપયોગી પુરવાર થશે. આ કાર્યક્રમમાં અદાણી સ્કિલ ડેવ.ના ઓપરેશન હેડ અમિત ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

        પ્રારંભમાં મુન્દ્રા ઓપરેશનનાં એસો. મેનેજર સાગર કોટકે મહેમાનોને આવકાર આપી સમગ્ર પ્રકલ્પની માહિતી આપી હતી તથા સક્ષમ ભુજના જુ. ઓફિસર ડૉ પૂર્વી ગોસ્વામીએ એડમિશન લેનાર નવા તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સક્ષમનાં દેવ પરમાર, આરતી વાઘેલા, અસ્મિતા ઠાકોર, રિદ્ધિ ભાનુશાલી, દિશા ભાનુશાલી, હલીમા સાડે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન તમન્ના પઠાણ અને સાક્ષી બલદાનીયાએ તથા આભારદર્શન મનીષ બાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a comment