અદાણીએ મેક ઈન ઈન્ડિયા પહેલ તળે ભારતનો સૌથી મોટો 8 ટગનો ઓર્ડર કોચીન શિપયાર્ડને આપ્યો 

ભારતની સૌથી મોટી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ કોચીન શિપયાર્ડ લિ. દ્વારા નિર્માણ થનાર અત્યાધુનિક આઠ હાર્બર ટગ્સની આગામી સમયમાં થનાર પ્રાપ્તિ પરત્વે જાહેરાત કરતાં આનંદ વ્યક્ત કર્યો છે. દરિયાઈ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં ઉમેરો કરીને સ્થાનિક ઉત્પાદનને વેગ આપીને સરકારના મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફના પ્રયાણની પહેલ સાથે અદાણીની આ પહેલ બરાબરી કરે છે.

        ભારતીય બંદરોમાં જહાજોની આવન જાવન કામગીરીની કાર્યક્ષમતા અને સલામતીમાં નોંધપાત્ર સુધારો કરવા સક્ષમ અંદાજે રુ.450 કરોડની કુલ કરાર કિંમતની આ ટગ્સની ડિલિવરી ડિસેમ્બર 2026માં શરૂ થશે અને મે 2028 સુધી ચાલુ રહેશે તેવી ધારણા છે.

અદાણી પોર્ટ્સ એન સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના પૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ.શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે કોચીન શિપયાર્ડ લિ.પાસેથી પ્રાપ્તિનો આ સહયોગ ભારતમાં દરિયાઈ માળખાકીય સુવિધાઓને વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા સાથે આપણા દેશના જાહેર સાહસોમાં અમારો પ્રચંડ વિશ્વાસ દર્શાવે છે.વિશ્વ કક્ષાની આપણી સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓનો લાભ ઉઠાવવા સાથે સુરક્ષા અને કાર્યક્ષમતાના આંતરરાષ્ટ્રીય ધોરણોને અમારી કામગીરી પરિપૂર્ણ કરે છે તેની ખાતરી કરવા સાથે અમારો હેતુ  ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલમાં યોગદાન આપવાનો છે.   

        APSEZ એ અગાઉ ઓશન સ્પાર્કલ લિ. માટે કોચીન શિપયાર્ડ લિ.ને 62-ટનના બે બોલાર્ડ પુલ એએસડી (એઝિમુથિંગ સ્ટર્ન ડ્રાઇવ) ટગના બાંધકામનો કરાર કર્યો હતો, આ બંને સમય પહેલાં ડિલીવર કરવામાં આવ્યા હતા અને તેને પારાદીપ પોર્ટ અને ન્યૂ મેંગલોર પોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા. વધારાના ત્રણ ASD ટગનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે, જે સાથે ટગના ઓર્ડરનો આંક કુલ 13 થયો છે જેનો ઉદ્દેશ્ય બંદર ક્ષેત્રમાં કાર્યક્ષમ અને વિશ્વસનીય સેવાઓ માટે આધુનિક કાફલો પ્રદાન કરવાનો છે.

        ભારતના આર્થિક વિકાસમાં દરિયાઈ ઉદ્યોગના વ્યૂહાત્મક મહત્વને આ પહેલ શિપબિલ્ડીંગમાં લાંબા ગાળાની પ્રથાઓના મહત્વને રેખાંકિત કરીને તેને વધુ મજબૂત બનાવે છે.

Leave a comment