જી.કે.જન.અદાણી હોસ્પિ.ના સર્જરી વિભાગમાં સારવાર લેવા આવતા દર્દીઓ પૈકી ૪૦ ટકા કબજિયાતના હોય છે

વિશ્વમાં દર વર્ષે ડિસેમ્બરમાં  કબજિયાત માસ  ઉજવવામાં આવે છે.તેનું એક કારણ વર્તમાન સમયમાં બદલાતી જીવનશૈલી છે.અગાઉ તો બુઝુર્ગો જ આ સમસ્યાથી પીડિત હતા, જેનું પ્રમાણ દેશમાં ૮૦ ટકા છે પરંતુ હવે ભાગદોડ,જંકફુડ, ચિંતા,હરિફાઈ અને તમાકુ તેમજ કેફી દ્રવ્યોનું સેવન વિગેરેને  કારણે યુવા અને પુરુષોનો પણ કબ્જે, કબજો કરી લીધો છે.અને તેનું પ્રમાણ તો ૨૪ થી ૫૦ ટકા સુધી પહોંચ્યું છે.

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબોના જણાવ્યા અનુસાર આ વિભાગમાં સારવાર લેવા આવતા દર્દીઓ પૈકી ૪૦ ટકા તો કબજિયાતથી પીડિત હોય છે. આ દર્દીઓમાં હરસ અને મસાના દર્દીઓ પણ હોય છે, ઉપરાંત ખાસ તો નોકરી અને રાતપાળી ડ્યુટીને કારણે અનિયમિત ભૉજન,જંકફુડ અને માનસિક અસ્વસ્થતા પણ જવાબદાર હોય છે.

આ ઉપરાંત ઓછું પાણી પીવું,આહારમાં ફાઇબરની કમી, વ્યાયામનો અભાવ તો કેટલીક સ્થિતિમાં આરોગ્યની અસ્વસ્થ સ્થિતિ પણ જણાઈ છે. કેટલીક દવાઓ પણ કારણભૂત હોય છે.

કબજિયાતમાંથી રાહત કે છુટકારો મેળવવા અંગેના ઉપાયો બાબતે તબીબોએ કહ્યું કે,બાળકોમાં આ સમસ્યા દેખાય તો ઉપચારથી જલ્દી રાહત થઈ જાય છે,પરંતુ મોટી કે યુવા વય મર્યાદામાં અનેક ઉપાયો જરૂરી બને છે.પ્રથમ તો આ સમસ્યા સર્જાય એ સાથે જ તબીબનો સંપર્ક કરવો અને કબજામાંથી છૂટકારો મેળવવો જોઈએ એટલેજ તો કહેવાય છે કે સાફ પેટ એ તંદુરસ્તીનો ધોરી માર્ગ છે.

નિયમિત સારવાર ઉપરાંત સમયસર ભોજન, પાણી વધુ પીવું,ડેરી ઉત્પાદનનો  અને માંસ માટનનું પ્રમાણ ઓછું કરવું, ફાઇબર,ફળ,શાકભાજી,આખું અનાજ  ખોરાકમાં વધુ લેવાની સલાહ તબીબો આપે છે. ઉજાગરા બંધ કરી વ્યાયામ અને યોગાસન  ઉપર વધુ ભાર મૂકવો.ખાસ તો જાતે દવા કરવાથી અળગા રહેવું. માટેજ આંતરડા યાને ગટને ગેટ વે ઓફ હેલ્થ કહેવાય છે.

કબ્જના લક્ષણો અને જોખમ:

સપ્તાહમાં ૩થી ઓછી વખત શૌચક્રિયા,  સખત શૌચ તેમજ સંપૂર્ણ ખાલીપાનો અનુભવ ન થવો ઉપરાંત શૌચ માટે ખુબજ પ્રયત્નો કરવા પડે.જો આ લક્ષણો લાંબો સમય રહે તો કેટલીક ગંભીર સમસ્યા પણ સર્જાય જેમકે, પેટમાં ખેંચાણ, જીવનની નબળી ગુણવત્તા,ફિશર,ભગંદર, પેશાબમાં અવરોધ,ગુદા બહાર ગુદામાર્ગ નું વિસ્તરણ, કેન્સર, પાર્કિસન્સ વિગેરે પણ થઈ શકે.    આ ચીજ વસ્તુ  કબજિયાતને નોતરું આપે છે:

શરાબ,ગ્લુટન વાળા ખોરાક, મેંદો અને મેંદાની બનાવટ, ડેરી પ્રોડક્ટ, મટન, તળેલો ખોરાક, ફાસ્ટ અને જંક ફૂડ, પિત્ઝા, બર્ગર,પડીકામાં તૈયાર મળતી વસ્તુઓ કબજિયાત નોતરે છે.

Leave a comment