વ્યવસાયીક શ્રેષ્ઠતા માટે મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ ને પ્રતિષ્ઠિત સન્માન

મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડ (MPL)  ને AProMS સોલ્યુશન 2024 ને પ્રતિષ્ઠિત SAP ACE એવોર્ડ એનાયત થયો છે. ‘BTP ઇનોવેશન ચેમ્પિયન’ કેટેગરીમાં પ્રતિષ્ઠિત SAP ACE એવોર્ડ પ્રાપ્ત કરનાર મુંદ્રા પેટ્રોકેમ લીમીટેડે (MPL) આગવી ઓળખ મેળવી છે. મુંબઈ ખાતે આયોજીત આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં અદાણી પેટ્રોકેમની ટીમે SAP ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર તરફથી સન્માન પ્રાપ્ત કર્યુ હતું.  

અમલીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર પ્રતિભાશાળી IBM ટીમને પણ ઇવેન્ટમાં સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનાર સહયોગીઓના પ્રયાસોને પ્રકાશિત કરે છે. આ વર્ષે 9 શ્રેણીઓમાં 200 થી વધુ પ્રોજેક્ટ નોમિનેશન પ્રાપ્ત થયા હતા. INDUS (SAP ઇન્ડિયા યુઝર ગ્રૂપ) દ્વારા નિયુક્ત જ્યુરી પેનલે શોર્ટલિસ્ટ કરાયેલા નોમિનેશનનું મૂલ્યાંકન કર્યા બાદ મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડને BTP ઇનોવેશન ચેમ્પિયન કેટેગરીમાં વિજેતા જાહેર કરી હતી.

SAP ACE પુરસ્કારો એ ભારતમાં શ્રેષ્ઠ રીતે ચાલતા વ્યવસાયોને નવાજવા માટેનો એક વ્યાવસાયીક માપદંડ છે. છેલ્લા 18 વર્ષથી કાર્યરત SAP ACE પુરસ્કારોએ SAP સોલ્યુશન્સના અમલીકરણ દ્વારા હાંસલ વ્યવસાયિક શ્રેષ્ઠતાનું સન્માન કરી રહી છે. પોસ્ટ-પરચેઝ ઓર્ડર મેનેજમેન્ટ પ્રવૃત્તિઓમાં ક્રાંતિ લાવવા તેને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

SAP ACE એ SAP ના ડિજિટલ ટેક્નોલોજી દ્વારા નોંધપાત્ર વ્યવસાયિક અસર દર્શાવતા સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પૈકીનું એક છે. સ્ક્રિનિંગ માપદંડમાં નિર્ધારિત પ્રક્રિયાઓ પાસ કર્યા બાદ તેને વિશેષ જ્યુરી સમક્ષ રજૂઆત કરવામાં આવે છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એ 2021 માં કચ્છ જિલ્લામાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) ખાતે મુન્દ્રા પેટ્રોકેમ લિમિટેડની સ્થાપના કરી હતી.

Leave a comment