મહિલા સશક્તિકરણ માટે મહિલાઓના સંગઠન દ્વારા મહિલાઓનો વિકાસ અંતર્ગત “ ખાવડા મહિલા વિકાસ સંગઠન -ખાવડા” ની રચના કરવામાં આવી છે. જેમાં આ વિસ્તારની મહિલાઓ પશુપાલન, હસ્તકળા અને ખેતી સાથે જોડાઈને પોતાની રોજગારી મેળવે છે. આ રોજગારીમાં અભિવૃદ્ધિ થાય, બહેનોની આવડત વધે, તેમજ બજાર વ્યવસ્થાપનની સમજ કેળવાઈ તે માટે મુંદરા વિસ્તારની બહેનો સાથે અનુભવની આપ-લે માટેનો તથા આ વિસ્તારમાં રહેલી શક્યતાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ.
મુંદરા વિસ્તારની સહેલી જૂથની સ્વનિર્ભર મહિલા ગૃપોએ પોતાની હસ્તકળાના વિવિધ સ્ટોલ રાખીને તેની માહિતી તથા પોતે ગોઠવેલ બજાર વ્યસ્થાપન અંગે ખાવડાની બહેનો સાથે પોતાની સંઘર્ષ ગાથા કહી હતી. જેમાં ખાસ કહ્યું કે મહિલાઓ માટે કઈ અશક્ય નથી. આ માટે એક આત્મવિશ્વાસ અને સંગઠિત થઈને કામ કરવું જરૂરી છે. અદાણી ફાઉન્ડેશન હંમેશા મહિલાઓના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આપણી હીમત વધી જાય છે.
આ પ્રેરણા પ્રવાસમાં આવનાર બહેનોને પ્રોત્સાહિત કરતાં એ.પી.એસ.ઈ.ઝેડ. ના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર શ્રી રક્ષિતભાઈએ કહ્યું કે “ આજે વિશ્વભરના લોકો જેમ પોર્ટ જોવા આવે છે, એ જ રીતે સોલાર પાર્ક ખાવડા પણ લોકો આપશે. એટલે આપના માટે વિપુલ તકો છે. આપ સમજપૂર્વક આગળ વધો. અમારી અદાણી ફાઉન્ડેશનની આખી ટીમ આપની સાથે છે. ઘરેથી સન્માનપૂર્વક બહાર નીકળી ખાવડાના વિકાસમાં સહભાગી બનો. આપના સંગઠનને મજબૂત બનાવો, એવી શુભેચ્છા પાઠવીને સારું કામ કરતી મહિલાઓનું સન્માન કરેલ.
અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા વિસ્તારમાં ૪૪ જેટલા ગામોમાં ઉધોગગૃહની સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે વરસાદી જળસંગ્રહ, ખેતી, પશુપાલન, મહિલા સશક્તિકરણ, તાલીમ, આરોગ્ય અને શિક્ષણની કામગીરી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે.
ખાવડા વિસ્તારમાં બહેનોના આરોગ્ય. બાળકોના શિક્ષણ અને તેની આજીવિકામાં સુધારો થાય તે માટે અદાણી ફાઉન્ડેશન છેલ્લા એક વર્ષથી સતત લોકો વચ્ચે છે. મહિલાઓ માટે ઊભું કરેલ ખાવડા મહિલા વિકાસ સંગઠન એ બહેનો માટે સંગઠન દ્વારા અનેકવિધ કામો કરવામાં આવશે. સૌ તેમાં સહકાર આપો, આપના પશુપાલન વ્યવસાય વધારે મજબૂત બને તે માટે સંગઠનના માધ્યમથી ડેરી અને બેન્ક સાથે જોડાઈને વધારે મજબૂત બનીએ.
