અમેરિકા જવા ઈચ્છુકો માટે યુએસ એમ્બેસીએ મહત્ત્વના સમાચાર આપ્યા છે. આગામી વર્ષ 2025થી અમેરિકા માટે નોન- ઈમિગ્રન્ટ્સ વિઝાની અરજી કરનારાઓને વિઝા ઈન્ટરવ્યૂના શિડ્યુલમાં કોઈપણ ચાર્જ વિના ફેરફાર કરવાની તક મળશે. જેથી સમયની બચત થશે. જો કે, આ ફેરફાર ફક્ત એક વખત જ કરાવી શકાશે.
વિઝા ઈન્ટરવ્યૂ અપોઈન્ટમેન્ટમાં અનુકૂળતા અને સમયની બચત કરવાના ઉદ્દેશ સાથે યુએસ એમ્બેસી 1 જાન્યુઆરી, 2025થી વિઝા રિશિડ્યુલિંગ પોલિસીમાં ફેરફાર કરી રહી છે. જેમાં એક વખત વિઝા અપોઈન્ટમેન્ટ લીધા બાદ કોઈ કારણોસર ફેરફાર કરાવી શકાશે. પરંતુ આ ફેરફાર ફક્ત એક વખત જ થઈ શકશે.
અમેરિકા માટે ટેમ્પરરી, વર્ક, સ્ટડી, ટુરિસ્ટ સહિત નોન ઈમિગ્રન્ટ્સ વિઝા માટે અરજી કરતાં અરજદારો નવા વર્ષથી પોતાની પસંદગી અનુસાર સ્થળ પર વિઝા ઈન્ટરવ્યૂ આપી શકશે. તેમજ કોઈ કારણોસર વિઝા ઈન્ટરવ્યૂની તારીખ કે સ્થળમાં ફેરફાર કરાવવા માગતા હોવ તો તેમાં ફેરફાર ફક્ત એક વખત થઈ શકશે. જો તમે કરેલા ફેરફાર મુજબ પણ ઈન્ટરવ્યૂ ચૂકી ગયા તો તમારે બીજી વખત નવી એપોઈન્ટમેન્ટ લેવી પડશે. અને એપ્લિકેશન ફી પણ નવેસરથી ચૂકવવી પડશે.
આ નવી રિશિડ્યુલિંગ પોલિસીના કારણે વિઝા ઈન્ટરવ્યૂ પ્રક્રિયા અરજદારો માટે સરળ અને અનુકૂળ બનશે. તેમજ ફેરફાર મુજબ ઈન્ટરવ્યૂ આપી શકશે. જે પ્રત્યેક માટે વિઝા પ્રક્રિયા અસરકારક અને પારદર્શી બનાવશે.
