5G સ્માર્ટફોન શિપમેન્ટમાં ભારત ચીનની નજીક

ભારતે છેલ્લા ૧૨ મહિનામાં ૪G થી ૫G સ્માર્ટફોન શિપમેન્ટમાં ચીન સાથેનું અંતર નોંધપાત્ર રીતે ઘટાડયું છે અને તેની નજીક પહોંચી ગયું છે. ભારતના કુલ સ્માર્ટફોન શિપમેન્ટમાં ૫G ફોનનો હિસ્સો ગત નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૫૭ ટકાથી વધીને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૮૩.૪ ટકા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન, ચીનની ૫G ફોન શિપમેન્ટ ૮૯.૫ ટકાથી વધીને ૯૫.૬ ટકા થઈ ગઈ છે.

આ સમયગાળા દરમિયાન, ચીને ત્રિમાસિક ધોરણે કોઈ નોંધપાત્ર વધારો નોંધાવ્યો નથી. ભારતથી વિપરીત, ૫G ફોનનો ચીનનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ૯૩.૨ ટકાથી ઘટીને ચોથા ક્વાર્ટરમાં ૮૯.૮ ટકા થયો હતો.

ભારતમાં, નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તમામ સ્માર્ટફોન શિપમેન્ટમાં ૫G ફોનનો હિસ્સો ૭૭ ટકા હતો, જેનો અર્થ છે કે અગાઉના ક્વાર્ટરની તુલનામાં બીજા ક્વાર્ટરમાં ૭ ટકાથી વધુનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૫ય્ સ્માર્ટફોન શિપમેન્ટ ૩.૮૪ કરોડ સુધી પહોંચી ગયું છે, જે કોઈપણ ક્વાર્ટરમાં સૌથી વધુ છે.

આ એક ક્વાર્ટર પહેલાની સરખામણીએ ૪૩ ટકા અને એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં ૫૩ ટકાનો વધારો દર્શાવે છે.

એવો અંદાજ છે કે દેશમાં પહેલેથી જ ૨૫ કરોડ ૫G સ્માર્ટફોન છે. ભારતનો સ્માર્ટફોન બેઝ, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૬૦ કરોડ હતો, તે નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં વધીને ૬૯૫ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ૯૧૫ કરોડ થવાની ધારણા છે અને તે બજારનો ઘણો મોટો હિસ્સો આવરી લેશે. દરમિયાન, ૨જી ગ્રાહકોની સંખ્યામાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

તેનાથી વિપરીત, લોઅર-એન્ડ સ્માર્ટફોન અને ૪G ફીચર ફોનના વેચાણમાં પણ ઘટાડો થયો છે. તે જ સમયે, ૪G શિપમેન્ટમાં પણ ઘટાડો થયો છે અને તે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ૭૯ લાખથી ઘટીને બીજા ક્વાર્ટરમાં ૭૭ લાખ થઈ ગયો છે.

Leave a comment