ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથમાં અદાણી જૂથનું જોરદાર કમબેક

ચેરમેન ગૌતમ અદાણીની આગેવાની હેઠળ અદાણી જૂથે ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અજોડ સ્કેલ હાંસલ કર્યો છે. અદાણી જૂથની વ્યાપક પહોંચમાં દેશના સૌથી મોટા સંકલિત પોર્ટ નેટવર્કનો સમાવેશ થાય છે, જેમાં 15 બંદરો અને ટર્મિનલ્સ સામેલ છે. અદાણી જૂથ દેશમાં કુલ આઠ એરપોર્ટસનું સંચાલન કરે છે અને ભારતમાં સૌથી મોટા પાવર ટ્રાન્સમિશન નેટવર્કની માલિકી ધરાવે છે. ઉપરાંત અદાણી અગ્રણી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક પણ છે, જે 15,250 મેગાવોટની ક્ષમતા ધરાવે છે.

વિગત વર્ષોમાં અદાણી ગ્રૂપે નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિ હાંસલ કરી છે, ખાસ કરીને જાન્યુઆરી 2023માં યુએસ શોર્ટ-સેલર હિંડનબર્ગ દ્વારા કરાયેલા તથાકથિત આરોપોમાંથી બહાર આવી 24 જાન્યુઆરી 2023ની રૂ. 19.2 લાખ કરોડના કેપીટલ મૂલ્યને વટાવીને જૂન 2024ના પ્રથમ સપ્તાહમાં 19.4 લાખ કરોડને વટાવી ગયું છે.   

નાણાકીય વર્ષ 2024 માં અદાણી જૂથના પોર્ટફોલિયોએ 83,656 કરોડની નોંધપાત્ર EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી) નોંધાવી હતી. જે ગત વર્ષ કરતાં 45 ટકાનો વધારો દર્શાવે છે. આ સિદ્ધિ અદાણી ગ્રૂપને નોંધપાત્ર સીમાચિહ્ન પાર કરનારા જૂજ ત્રણ ભારતીય સમૂહોના જૂથમાં સ્થાન આપે છે.

અદાણી ગ્રૂપે આગામી દાયકામાં અંદાજે રૂ. 8.4 લાખ કરોડની મહત્ત્વાકાંક્ષી રોકાણની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો અને એરપોર્ટના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના છે. આ યોજનાબદ્ધ રોકાણો ટકાઉ વૃદ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ માટે અદાણી જૂથની પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરે છે.

અદાણી ગ્રૂપના વ્યૂહાત્મક એક્વિઝિશનથી તેની બજાર સ્થિતિ વધુ મજબૂત બની છે. ઓગસ્ટ 2023 માં, જૂથની પેટાકંપની અંબુજા સિમેન્ટે 5,000 કરોડ રૂપિયામાં સાંઘી સિમેન્ટ હસ્તગત કરી હતી. તે જ વર્ષે જૂન અને ઓક્ટોબરમાં અનુક્રમે પેન્ના સિમેન્ટ અને ઓરિએન્ટ સિમેન્ટનું એક્વિઝિશન થયું હતું. આ એક્વિઝિશનથી ગ્રૂપની કુલ ઓપરેશનલ ક્ષમતા વધીને 97 MTPA (વાર્ષિક મિલિયન ટન) થઈ છે.

ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળ જૂથે માત્ર નોંધપાત્ર પડકારોને જ નહી પરંતુ ભારતીય માળખાકીય ક્ષેત્રે સતત વિકાસ અને ભવિષ્યના નેતૃત્વના માટે પણ પોતાની જાતને સ્થાપિત કરી છે. ગ્રીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જૂથનું ધ્યાન નિઃશંકપણે આગામી વર્ષોમાં તેની સતત સફળતાને આગળ ધપાવશે.

Leave a comment