આજે 16 ડિસેમ્બરે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 384 પોઈન્ટના ઘટાડા સાથે 81,748 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 100 પોઈન્ટ ઘટીને 24,668ના સ્તરે બંધ થયો. તેમજ, BSE મિડકેપ 350 પોઈન્ટના વધારા સાથે 48,126ના સ્તરે બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં તેજી રહી. નિફ્ટીના 50 શેરમાંથી 40માં ઘટાડો અને 9માં તેજી રહી. જ્યારે 1 શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયો હતો. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં નિફ્ટી રિયલ્ટી સૌથી વધુ 3.10% ના વધારા સાથે બંધ થયો હતો.
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 0.16% અને કોરિયાનો કોસ્પી 0.0064%નો ઘટાડો છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.076%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.
NSE ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FIIs) એ 13 ડિસેમ્બરે ₹2,335.32 કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DII) એ ₹732.20 કરોડના શેર વેચ્યા હતા.
13 ડિસેમ્બરે અમેરિકાનો ડાઓ જોન્સ 0.20% ઘટીને 43,828 પર બંધ થયો હતો. S&P 500 0.0026% ઘટીને 6,051 પર અને નેસ્ડેક 0.12% વધીને 19,926 પર બંધ થયો છે.
આ પહેલા શુક્રવારે એટલે કે 13 ડિસેમ્બરે સેન્સેક્સ 843 પોઈન્ટ (1.04%)ના વધારા સાથે 82,133 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 219 પોઈન્ટ (0.89%)ની તેજી સાથે 24,768ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં તેજી અને 4માં ઘટાડો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 41મા તેજી અને 9માં ઘટાડો રહ્યો હતો. NSEના સેક્ટોરલ ઇન્ડેક્સમાં FMCG સેક્ટરમાં સૌથી વધુ 1.29%ની તેજી રહી હતી.
