‘કી ટ્રાન્ઝિશન મેટલ’ ની આવશ્યકતા પૂરી કરવા અદાણી સમૂહ કાર્યરત

અદાણીની કચ્છ કોપર રિફાઈનરી ભારતના વિકાસમાં ખુબ મદદરૂપ થશે. તાજેતરમાં બહાર આવેલી વિગતો મુજબ કચ્છ સ્થિત અદાણીની કોપર રિફાઈનરી સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચશે ત્યારે ભારત રિફાઈન્ડ કોપરમાં આત્મનિર્ભર બનશે. આ પ્રોજેક્ટ આગામી વર્ષની શરૂઆતમાં પૂર્ણ થવાની ધારણા છે. સરકારના ખાણ મંત્રાલયની અખબારી યાદીમાં આ માહિતી બહાર આવી છે.

ખાણ મંત્રાલય (MoM)ની અખબારી યાદી મુજબ અદાણીની કચ્છ કોપર રિફાઈનરીએ ઉત્પાદન શરૂ કરી દીધું છે. જો કે, કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં હજુ થોડો સમય લાગશે. ત્યારબાદ ભારત રિફાઈન્ડ કોપરમાં આત્મનિર્ભર બનશે અને તેને આયાત પર નિર્ભર રહેવું પડશે નહીં. જોકે, જ્યાં સુધી અદાણીની કચ્છ કોપર રિફાઈનરી તૈયાર નહીં થાય ત્યાં સુધી કેટલાક રિફાઈન્ડ કોપરની આયાત કરવાની જરૂર પડશે.

ગયા નાણાકીય વર્ષમાં, ભારતે રૂ. 24,552 કરોડની કિંમતના આશરે 3,63,000 ટન રિફાઇન્ડ કોપર કેથોડની આયાત કરી હતી, જેમાં જાપાનનો હિસ્સો મૂલ્યની રીતે લગભગ 67% હતો. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે મૂલ્યની દ્રષ્ટિએ જાપાન દેશની લગભગ 69% રિફાઈન્ડ કોપરની આયાત કરે છે.

તાંઝાનિયા ભારતનો બીજો સૌથી મોટો રિફાઇન્ડ કોપર સ્ત્રોત છે, જે લગભગ 18% આયાત પ્રદાન કરે છે. આ પછી મોઝામ્બિક 5% સાથે બીજા સ્થાને છે. હાલમાં BIS સર્ટિફિકેશન માટે જાપાનીઝ સ્મેલ્ટર્સ પાસેથી સાત અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેમાંથી એક સ્મેલ્ટર, સુમિટોમો મેટલ માઈનિંગ કંપનીને પહેલેથી જ લાઇસન્સ આપવામાં આવ્યું છે.

હાલમાં, ચાર સ્થાનિક સપ્લાયર્સ છે જેમાં અદાણીની કચ્છ કોપર, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત વિક્ટરી ફોર્જિંગ પ્રા. અને વેદાંતાનો સમાવેશ થાય છે. તો ચાર વિદેશી સપ્લાયર્સમાં જાપાન અને ઓસ્ટ્રિયાના એક-એક અને મલેશિયાના બેનો સમાવેશ થાય છે.

‘કી ટ્રાન્ઝિશન મેટલ’ તરીકે ઓળખાતા કોપરની આવશ્યકતા પૂરી કરવા અદાણી સમૂહ સતત કાર્યરત છે. સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનો (EVs)માં નોંધપાત્ર વૃદ્ધિને કારણે આગામી દાયકામાં ગ્રીન એનર્જી ક્ષેત્રો દ્વારા તાંબાનો વૈશ્વિક વપરાશ પાંચ ગણો થવાનો અંદાજ છે. તાંબાની અભૂતપૂર્વ માંગ પૂરવઠાને પહોંચી વળવા માટે કચ્છ સ્થિત અદાણી કોપર તેનું ઉત્પાદન કરશે. તે આપણા ઘરો અને વાહનોને પાવર આપવાથી માંડીને વૈશ્વિકસ્તરે આપણને જોડતી ટેક્નોલોજીની સુવિધા આપવા સુધીની રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થશે.

Leave a comment