URGENT: ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા તો તાત્કાલિક રિટર્ન ભરો

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતાં કરદાતાઓ કે જેઓ 31 જુલાઈની ડેડલાઈન ચૂકી ગયા છે. અને રિટર્ન ફાઈલ કરવાના બાકી છે. તેઓ માટે વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. જો 31 ડિસેમ્બર સુધી પણ વિલંબિત ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરો તો બાદમાં રૂ. 10000 સુધીની પેનલ્ટી ચૂકવવી પડી શકે છે. હાલ રૂ. 5000ની લેટ ફી સાથે વિલંબિત રિટર્ન ફાઈલ કરી શકાશે.

જે લોકોએ 31 જુલાઈ સુધીમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ન કર્યુ હોય તો તેઓ 31 ડિસેમ્બર સુધી ચોક્કસ પેનલ્ટી સાથે વિલંબિત આઈટીઆર ફાઈલ કરી શકે છે. જેમાં રૂ. 5 લાખથી ઓછી આવક પર રૂ. 1000 અને તેનાથી વધુ આવક પર રૂ. 5000 સુધીની પેનલ્ટી લાગુ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે અસેસમેન્ટ યરની ડેડલાઈન 31 જુલાઈ હતી. ઈનકમ ટેક્સ એક્ટની કલમ 234 એફ અંતર્ગત વિલંબિત આઈટીઆર ફાઈલ કરી શકાય છે.

ઈનકમ ટેક્સ એક્ટની કલમ 234 એફ અંતર્ગત જે કરદાતાઓ વિલંબિત આઈટીઆર ફાઈલ કરવાનું ભૂલી ગયાં તો તેઓ અસેસમેન્ટ યર પૂર્ણ થાય તે પહેલાં રૂ. 10000ની પેનલ્ટી સાથે આઈટીઆર ફાઈલ કરી છે. અસેસમેન્ટ યર 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે.

Leave a comment