બર્નસ્ટીન રિસર્ચ અને નુવામા બાદ હવે અગ્રણી ફાઈનાન્સિયલ સર્વિસીઝ કંપની જેપી મોર્ગને પણ અદાણી ગ્રૂપની કંપનીઓને સ્ટેબલ ગણાવી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ગ્રૂપ કંપનીઓની તરલતા ઑફશોર ડેટ માટે નજીકની મુદતની પાકતી મુદતના હિસાબ બાદ સ્થિર જણાય છે. એક અહેવાલ મુજબ જેપી મોર્ગને અદાણી બોન્ડ પોર્ટફોલિયોની કેશ લીક્વીડીટીને સ્થિર અને ટૂંકા ગાળાના પેપર્સને આકર્ષક ગણાવ્યા છે.
મોર્ગન જણાવે છે કે અદાણી ગ્રૂપની કંપનીઓની લિક્વિડિટી થકી જરૂરિયાતોનું સંચાલન કરી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, અદાણી ગ્રીન એનર્જી લિ.ના બોન્ડ ઇશ્યૂ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે એ પણ નોંધ્યું છે કે, અદાણી ગ્રૂપના બોન્ડ્સ અસ્થિરતાના સમયગાળા પછી સ્થાયી થયા છે અને તેમાં લગભગ 100-200 બેસિસ પોઈન્ટ્સનો સુધારો થયો છે. જો કે, અહેવાલમાં અદાણી ટ્રાન્સમિશન 2026 બોન્ડ ઓવર વેઈટ છે, જ્યારે અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી ગ્રીન આરજી બોન્ડ્સનું ન્યુટ્રલ રેટિંગ યથાવત છે.
મોર્ગને અદાણી પોર્ટ્સના બોન્ડ્સ પર વધુ ભાર મૂકતા તેને ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે. તેમણે અદાણી પોર્ટ્સના 32 બોન્ડને ઓવરવેઇટ રેટિંગ અને અદાણી પોર્ટ્સના 41 બોન્ડને ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે પોર્ટ-ટુ-પાવર સમૂહના ટૂંકા-ગાળાના બોન્ડ્સ ડોલરના ઊંચા ભાવને કારણે વધુ ફેલાવ પામ્યા છે.
અગાઉ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિસર્ચ ફર્મ નુવામાએ અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના શેર પર રૂ. 1,960નો લક્ષ્યાંક આપીને ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું હતું, જે વર્તમાન સ્તરથી 63% વધુ છે.
રિસર્ચ ફર્મ નુવામાને અદાણી પોર્ટ્સની આવકમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે. નુવામાનું કહેવું છે કે APSEZની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત છે. કંપનીનું દેવું ઓછું અને રોકડની સ્થિતિ સારી છે. તાજેતરમાં પ્રકાશિત બર્નસ્ટીન રિસર્ચે પણ અદાણી જૂથના શેરોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એક અહેવાલમાં તેમણે જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપના ઓપરેશનલ જોખમો વર્ષોથી ઘટ્યા છે, જેમાં ગીરવે મુકેલા શેરોની સંખ્યામાં ઘટાડો થયો છે અને અન્ય લાભોમે સુધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અદાણી જૂથે યુએસ DOJ દ્વારા કરવામાં આવેલા આરોપોને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્થાપક ગૌતમ અદાણી, અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનીત જૈનનું લાંચના આરોપોમાં નામ નથી.
