વૈશ્વિક રોકાણકાર માર્ક મોબિયસે અદાણી ગ્રૂપના અધિકારીઓ સામે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DoJ)ના આરોપોને વાહિયાત ગણાવ્યા છે. ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા મોબિયસે જણાવ્યું હતું કે આ વાહિયાત કાર્યવાહી બકવાસ સિવાય બીજું કંઈ નથી. એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળશે, ત્યારબાદ સરકારી કચેરીઓને વિદેશી વ્યવસાયો સાથે જોડતી આવી નકામી કવાયત કદાચ સમાપ્ત થઈ જશે.
મોબિયસની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની સ્વતંત્રતા અને અદાણી ગ્રૂપ સામેની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ પણ છે કે શું DoJ નો ઉપયોગ ‘રાજકીય પ્રેરિત ક્રિયાઓ’ માટે થઈ રહ્યો છે!
માર્ક મોબિયસે કહ્યું હતું કે, ‘મારું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળશે અને તેઓ જેને ન્યાય વિભાગ ચલાવવા નિયુક્ત કરશે તે કહેશે કે તમે લોકો શું કરી રહ્યા છો? ભારતીય બિઝનેસનું નાક દબાવી રહ્યા છો? એક કેસ પર આટલા પૈસા ખર્ચવા કે એ નાણાને વેડફાય જ છે.
વિશ્વભરના ઉભરતા બજારો માટે મોબિયસ EM ઓપોર્ચ્યુનિટીઝ ફંડ ચલાવતા માર્ક મોબિયસે વધુમાં જણાવ્યું હતું કે ન્યાય વિભાગ અદાણી કેસની તપાસ અને કાર્યવાહીથી હટી જાય તેવી ‘ઉચ્ચ સંભાવના’ છે. તેમણે ઉમેર્યુ હતું કે, ‘હું માનું છું કે અમેરિકામાં ન્યાય વિભાગનું પુનર્ગઠન કરવામાં આવશે, સાથે જ તેને વિદેશી પરિસ્થિતિઓમાં ઓછું અને સ્થાનિક મુદ્દાઓમાં વધુને વધુ સામેલ થવા માટે કહેવામાં આવશે.’
મોબિયસ કેપિટલ પાર્ટનર્સના સ્થાપક માર્ક મોબિયસે જણાવ્યું હતું કે ઘણા રોકાણકારોને લાગે છે કે અદાણી જૂથ દબાણ હેઠળ છે તે ઠીક છે, પરંતુ અંતે બધું સારું રહેશે, તેમનો વ્યવસાય સારો દેખાવ ચાલુ રાખશે અને સ્ટોક પણ સારો દેખાવ ચાલુ રાખશે. .
માર્ક મોબિયસના જણાવ્યા અનુસાર ઘણા લોકોને હવે એવું લાગવા માંડ્યું છે કે ટ્રમ્પના સત્તા સંભાળવાથી અમેરિકામાં DoJની આ સ્થિતિ કદાચ દૂર થઈ જશે. બીજું, અદાણીએ જો કંઇક ખોટું કર્યું હોય તો ભારતમાં તેની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?
અમેરિકાના આ કેસ બાદ પણ અદાણીના પોર્ટફોલિયો શેરના સારા પ્રદર્શન અંગે તેમણે કહ્યું હતું કે અદાણી ગ્રૂપને પગલે હેજ ફંડ્સની સ્થિતિ કથળી રહી છે.
US-DoJ અને US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ તાજેતરમાં અદાણી ગ્રુપના ટોચના અધિકારીઓ સામે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જશીટ અને સિવિલ ફરિયાદ દાખલ કરી છે. જો કે, અદાણી જૂથે તેને ‘પાયાવિહોણા’ ગણાવી નકારી કાઢ્યા હતા અને સ્વબચાવ માટે કાનૂની સહારો લેવાની વાત પણ કરી હતી.
